Prayer Room

  • Prayer Room

દોસ્તો આપણા માતા પિતા કે જેણે આપણને જન્મ આપ્યો આપણા ઉપર તેના અનેક ઉપકારો છે. આજે પ્રેયર રુમ માં આ પ્રાર્થના દ્વારા માતા પિતાનો ઋણ સ્વીકાર કરીએ... ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..!
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..! પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહી..! કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,
એ અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહી..! લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,
એ કોડના પુરનારના, કોડ પુરવા ભૂલશો નહી..! લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી..! સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..! ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી..! પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી..! ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!
પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી..!