કચ્છના 6પ બેરોજગારો સાથે છેતરપીંડી

પરપ્રાંતિય કંપનીએ વિદેશમાં નોકરીની લાલચે 31.3પ લાખ ખંખેર્યાની ફરીયાદ ગાંધીધામ તા.23
માંડવી : નોકરી અને વ્યવસાય માટે મલેહિયા મોકલવાના નામે માંડવી-ભુજ અને મુન્દ્રા વિસ્તારના 65 બેરોજગારો પાસેથી 31.35 લાખ લઇ વિદેશ નહી મોકલાવી વિશ્ર્વાસઘાત ઠગાઇ કરતા બારાતું એજન્ટો સામે ફોજદારી નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દિનેશ દેવજીભાઇ મુછડિયા (રહે.સોનાવાળા નાકા ગોકુલવાસ માંડવી) ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ સ્થાનિક એજન્ટ તરીકે કામ કરે છે.
આરોપીઓ તામિલનાડુનો કે.પી.એસ, ગ્લોબલ સોલ્યુટેશન પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડાયરેકટર એસ, જયશ્રી સરસ્વતી તથા એજન્ટ સુરેન્દ્ર પ્રભાને બેરોજગારોને નોકરી ધંધો અપાવવાની વાત કરી આરોપીઓને ભુજ, માંડવી મુન્દ્રા પંથકના 65 જેટલા બેરોજગાર યુવાનો પાસેથી 31.35 લાખ રૂપિયા લઇ વિદેશ નહી મોકલાવી કે નાણા પરત નહી આપી વિશ્ર્વાસઘાત ઠગાઇ કરતા કોર્ટના દ્રાર ખખડાવ્યા હતા. કોર્ટ ફોજદારી દાખલ કરવા આદેશ કરતા આરોપીઓ સામે ગુન્હો નોંધી હેડ કોન્સ દામજીભાઇ કન્નડે તપાસ હાથ ધરેલ છે.
ગાંધીધામમાં દેશી
દારૂની ભઠ્ઠી પકડાઇ
શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં આરઆર સેલની ટીમે છાપો મારી 7200 નો દેશી દારૂ તથા સાધનો પકડી પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આરઆર સેલની ટીમે નીતાબેન રાજુ મકવાણાના ઘરે છાપો મારી દારૂ બનાવવાનો આથો લીટર 2800 તથા તૈયાર દેશી દારૂ લીટર 400 તથા ભઠ્ઠીના સાધનો મળી 7200 નો જથ્થો પકડી પાડ્યો હતો. રેઇડ દરમ્યાન દારૂ ગાળનાર નીતાબેન હાજર ન મળતા તેના સામે હેડ કોન્સ્ટેબલ જેન્તીલાલ વાઘેલાએ ફોજદારી નોંધાવી હતી.