પોરબંદરમાં પત્ની રિસામણે જતાં પતિનો આપઘાત

પોરબંદર,તા.23
પોરબંદર શહેરમાં બે અલગ-અલગ બનાવોમાં આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઇ છે. પોરબંદર નગીનદાસ મોદીપ્લોટમાં રહેતા દિવ્યેશ પ્રભુદાસ વાઘેલા ઉ.વ. 18એ ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મોત નિપજયાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે બિરલા કોલોની નજીક રહેતો અરવિંદ સાર્દુલ ચૌહાણ ઉ.વ.3રની પત્ની રેખા રીસામણે બેઠી હોવાથી અરવિંદને લાગી આવતા પોતાના ઘરે પોતાની મેળે ઘરની છતના હુક સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો આથી ઇમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવતા ઇ.એમ.ટી. ચિંતન મકવાણા અને પાયલોટ જીતેશ વિરમગામા તાત્કાલીક પહોંચી ગયા હતા પરંતુ તપાસ કરતા આ યુવાન અરવિંદ મૃત્યુ પામ્યો હોવાનું જાહેર થયું હતું.
તેની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવી હતી.
ઝેરી દવાથી મોત
મોઢવાડા ગામે લીરબાઇ મંદિર પાસે વાડીવિસ્તારમાં રહેતા જયેશ લખુભાઇ મોઢડવાડિયા ઉ.વ.રરને મગફળીમાં નાખવાની ઝેરી દવા ચડી જતાં તેનું મોત નિપજયું છે.