ડો.લાલસેતા પરિવારની નવનિર્મિત શ્રધ્ધા હોસ્પિટલનું રવિવારે નવપ્રસ્થાન

ડર્મેટોલોજી - કોસ્મેટોલોજી અને ડેન્ટલ સારવાર - સર્જરી વિભાગમાં અદ્યતન સવલત ઉપલબ્ધ : અનુભવી તબીબો અને ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા સારવાર: વડિલોના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે
રાજકોટ તા,22
સૌરાષ્ટ્રના જાણીતા ચર્મરોટ નિષ્ણાંત ડો.ચેતન લાલસેતા અને તેમના પારિવારીક તબીબની ટીમ સાથેની ડો.લાલસેતા પરિવારની શ્રધ્ધા હોસ્પિટલનું નવી જગ્યા પર નવા અદ્યતન સેટઅપ સાથે આગામી તા.24-6ને રવિવારે સ્થળાંતર કરવામાં આવશે. નવનિર્મિત શ્રધ્ધા હોસ્પિટલ તા.24ને રવિવારે સવારે 9 કલાકે તબીબો, સમાજના આગેવાનો, સ્નેહીજનોની ઉપસ્થિતિમાં પરિવારના વડિલોના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે. હોસ્પિટલમાં ડર્મેટોલોજીસ્ટ ડો.ચેતન લાલસેતા, હોમિયોપેથી ક્ધસલટન્ટ ડો.મીલી લાલસેતા, ડેન્ટલ સર્જન ડો.મેહુલ લાલસેતા અને ડો.વૈશાલી લાલસેતા જેવા અનુભવી તબીબો અને ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા ડર્મેટોલોજી-કોસ્મેટોલોજી, હોમિયોપેથી અને ડેન્ટલ સારવાર - સર્જરીની સેવા ઉપલબ્ધ છે.
ચામડીના રોગ જેવા કે ધાધર, એલર્જીના કારણે થતા રોગ, બોટોકસ, વધારાના વાળ કે મસાની લેસર ટ્રીટમેન્ટ, ટાલની સમસ્યાથી છુટકારો મેળવવા હેલ ટ્રાન્સપ્લાન્ટ, ઉંમરના કારણે ચામડીમાં થતાં અમુક ફેરફારની સારવાર, ચહેરા પરની કરચલીઓ પૂર કરવી, પી.આર.પી. થેરાપી, યુવા થેરાપી વગેરે રોગની સારવાર ઉપલબ્ધ છે સાથે સાથે સુંદરતા પ્રત્યે સભાન થતી જતી આજની પેઢી સહિત સમાજના તમામ વર્ગ માટે કોસ્મેટીક ટ્રીટમેન્ટ મળશે. હેર ટ્રાન્સપ્લાન્ટેશન અને કરચલી દૂર કરવાની અદ્યતન સારવારમાં સારા પરિણામ જોવા મળ્યા છે અને હતાશ થયેલા અનેક લોકો નવા વાળ સાથે આત્મવિશ્ર્વાસ પાછો મેળવતા પણ જોવા મળ્યા છે. શ્રધ્ધા હોસ્પિટલ ખાતે દાંતના વિભાગમાં દાંતની તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. શ્રધ્ધા હોસ્પિટલમાં લાલસેતા પરિવારના ચાર તબીબો પોત પોતાના ફિલ્ડમાં માસ્ટરી ધરાવે છે. દોઢ દાયકાથી વધુ સમયની પ્રેકટીસ સાથે બહોળો અનુભવ અને એથીકલ પ્રેકટીસના કારણે દર્દીઓ અને તબીબી વર્તુળમાં સારી ચાહના ધરાવે છે. અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરી ડો.લાલસેતા પરિવાર દ્વારા દર્દીઓને વિશ્ર્વ કક્ષાની અદ્યતન સારવાર અને કોસ્મેટીક સર્જરીનો લાભ રાજકોટ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવા કટીબધ્ધ છે. ડો.લાલસેતા પરિવાર નવનિર્મિત શ્રધ્ધા હોસ્પિટલનો આગામી રવિવારે શુભારંભ કરશે. હોસ્પિટલમાં લેબોરેટરી અને મેડિકલ સ્ટોરની સેવા પણ ઉપલબ્ધ હોય દર્દીની એક જ સ્થળે સંપૂર્ણ સુવિધા મળી રહેશે. શ્રધ્ધા હોસ્પિટલના મીડિયા ક્ધસલટન્ટ તરીકે વૈભવ વિજ્ઞાપનના વિજય મહેતા સેવા આપે છે. ડો.લાલસેતા પરિવારની નવનિર્મિત શ્રધ્ધા હોસ્પિટલના ડો.મિલી લાલસેતા, ડો.ચેતન લાલસેતા, ડો.વૈશાલી લાલસેતા અને ડો.મેહુલ લાલસેતા ‘ગુજરાત મિરર’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. (તસવીર: રવિ ગોંડલિયા)