કાલે સૌ.યુનિ. અને લોયોલા યુનિવર્સિટી વચ્ચે એમઓયુ


રાજકોટ તા,28
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અમેરિકાનાં શિકાગોની લોયોલા યુનિવર્સિટી સાથે શુક્રવારે એમઓયુ કરવામાં આવશે.મૂળ રાજકોટના અને હાલ ન્યુ મેક્સિકોમાં યુરોલોજીસ્ટનાં સફળ પ્રયાસથી બંને યુનિવર્સિટી વચ્ચે દ્વિપક્ષીય કરાર શક્ય બન્યા છે.લાયોલો યુનિવર્સિટીનાં ડોક્ટર ઓફ મેડિસિન ડો.રવિ દુર્વાસુલા ગુરુવારે રાજકોટ આવશે.તેમની સાથે મૂળ રાજકોટના અને ન્યુ મેક્સિકોનાં યુરોલોજીસ્ટ ડો.પ્રતાપ શાહ પણ ઉપસ્થિત રહેશે.વર્ષ 2009 માં યુનિવર્સિટી ઓફ ન્યુ મેક્સિકો સાથે કરાર થયા હતા.ત્યારબાદ તે જ કરારમાં સામેલ ડો.પ્રતાપ શાહનાં પ્રયાસોથી શિકાગોની નામાંકિત લોયોલા યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે કરાર કરવા માટે તૈયાર થઇ છે. 29 જુનનાં લોયોલા યુનિવર્સિટીનાં એમ.ડી. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ સાથે એમઓયુ કરવામાં આવશે.