માનવભક્ષી ‘પ્લાસ્ટિક’ ઉપર ‘પ્રતિબંધ’ છતાંય અમલ ક્યારે?

બે વર્ષ પહેલાં જ રાજકોટમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, માત્ર રૂડાં રૂવાળા ચોપડે જ કાર્યવાહી, વાસ્તવિક્તા સાવ જુદી લારી, ગલ્લાં, શો-રૂમ, મોલમાં પ્લાસ્ટિક બેગનો બિનદાસ્ત ઉપયોગ થઇ રહ્યો છે નાગરિકો પણ જવાબદાર, પ્લાસ્ટિકનું ઝભલું ના આપે તો ધંધો ગુમાવવાનો  વેપારીઓને ડર રાજકોટ તા.28
રાજકોટમાં બે વર્ષ પહેલા જ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ હૂકમો માત્ર ચોપડે જ લખવામાં આવે છે. વાસ્તવિકતા સાવ જુદી છે. માનવભક્ષી પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ શહેરમાં ચાલુ જ છે. અધિકારીઓની આળસુ નીતિના કારણે આદેશો માત્ર શોભાના ગાઠ્યાં સમાન બની ગયા છે. શહેરમાં લારી, ગલ્લાં, શો-રૂમ, મોલમાં પ્લાસ્ટિક બેગનો બિનદાસ્ત ઉપયોગ થઇ રહ્યો છે. ચેકીંગના નામે લોલમલોલ ચાલી રહ્યું હોવાનું ફરીવાર પૂરવાર થયું છે. જેમાં નાગરિકો પણ જવાબદાર છે. પ્લાસ્ટિકનું ઝભલું ના આપે તો ધંધો ગુમાવવાનો વેપારીઓને ડર લાગી રહ્યો છે. પ્લાસ્ટિક મુક્ત રાજકોટની વાત માત્ર દેખાડો જ છે.
ગ્રાઉન્ડ ઝીરોમાં કાંઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તંત્ર આદેશો જ આપી સંતોષ માની રહ્યું છે. એક પછી એક આદેશ કરાઇ રહ્યા છે. અપૂરતા સ્ટાફના કારણે પણ પહોંચી શકાતું નથી અગાઉ પણ પ્લાસ્ટિકના કપમાં ચા નહીં આપવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો ફરીવાર કમિશ્ર્નર બદલાતા એ જાહેરનામાનો ફરીવાર અમલ કરવાની નવી જાહેરાતો કરવામાં આવી છે. થેલી ઉપર 61 માઇક્રોનની થેલી એવું છપાતું હોવા છતાં તે 30 થી 40 માઇક્રોનની હોય છે. આ ઉપરાંત આવી થેલી રિસાઇકલિંગમાં ઉપયોગમાં આવતી નથી.
તેમજ લોકો દ્વારા તેમાં કચરો ભરીને રસ્તા પર ફેંકાતી હોઇ આવી થેલીઓ પ્રાણીઓ માટે હાનિકારક નિવડે છે. છતાંય તંત્ર કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડ્યું છે. શહેરમાં પર્યાવરણની જાળવણી માટે વેજિટેબલ માર્કેટ ફ્રૂૂટમાર્કેટમાં પ્લાસ્ટિકની બેગના વપરાશ પર અગાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પણ આ આદેશ માત્ર કાગળ પર રહી ગયો છે કે લોકો આદેશને ઘોળી પી ગયા છે. શહેરમાં ક્યાંક ખુલ્લેઆમ તો ક્યાંક છાનામાના પણ પ્લાસ્ટિક બેગ છૂટથી વપરાય છે.
ફેરીયાઓનો પણ આમાં વાંક નથી. પ્લાસ્ટિકનું ઝભલું ન આપે તો ધંધો જતો કરવો પડે તેવી ફરિયાદ ફેરિયાઓ કરી રહ્યા છે.
લોકોમાં પણ જાગૃતિનો અભાવ હોઇ ઘરેથી થેલી લઇને ખરીદી માટે નહીં જતાં લોકો ફેરિયાઓ પાસે ઝભલાનો આગ્રહ રાખે છે નહીં તો અન્ય જગ્યાએથી ખરીદી કરી લે છે મહાપાલિકામાં રોજ નવી એક જાહેરાત
કરવામાં આવે છે. પરંતુ તેનો અમલ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. પ્લાસ્ટિક મુક્ત માટે, પ્લાસ્ટિક લઇ આવો ડિસ્કાઉન્ટ કૂપન લઇ જાવ
પ્લાસ્ટિકની બોટલ, એલ્યુમિનિયમ કેનના વેસ્ટના નિકાલ માટે વેન્ડિંગ મશીન મૂકવા જોઇએ. જેમાં લોકો દ્વારા પ્લાસ્ટિકની બોટલો અને એલ્યુમિનિયમ કેનનો ડિસ્પોઝર કરીને લોકોને પ્રતિબોટલનું 50 પૈસા સુધીની કેશબેક ડિસ્કાઉન્ટ કૂપનની ભેટ આપે તો લોકોમાં જરૂર જાગૃતિ આવશે.   પાણીના પાઉચમાં સફળતા, બેગમાં નિષ્ફળ રહ્યું મનપા
રાજકોટ મહાપાલિકાએ પાણીના પાઉચના
વેચાણ ઉપર પ્રતિબંધ મુકયો હતો તેમાં સફળતા મળી રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં પાણી પાઉચ વેચાતા નથી, પણ પ્લાસ્ટિકની બેગમાં
તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.  વેપારીઓ કરતાં પ્લાસ્ટિકના હોલસેલ વેપારીઓ ઉપર ત્રાટકો
રાજકોટમાં બે વર્ષથી પ્લાસ્ટિકની બેગ ઉપર પ્રતિબંધ છે. ત્યારે નાના-વેપારીઓને હેરાન-પરેશાન
કરી રહ્યા છે. ત્યારે જો તંત્ર પ્લાસ્ટિકના હોલસેલ
વેપારીઓ ઉપર ત્રાટકે તો
જ આપણું રાજકોટ
પ્લાસ્ટિક મુક્ત થશે. દંડ કરી સંતોષ માની લેવાય છે
સ્વચ્છતા અભિયાન હેઠળ અધિકારીઓએ લારી, ગલ્લાં કે દુકાનોમાં વપરાશમાં લેવાતી પ્લાસ્ટિક બેગ કે કપ જપ્ત કરી દંડ કરીને સંતોષ માની લીધો છે. પરંતુ ઝભલાઓની વાત આવે ત્યારે હજુ પણ આજે ખુલ્લેઆમ પ્લાસ્ટિક
બેગોમાં શાક, ફ્રૂટ કે અન્ય ચીજ વસ્તુઓનું કોઇની
બીક વગર સરેઆમ વેચાણ થઇ રહ્યું છે. પ્લાસ્ટિક મુક્ત રાજકોટની વાત માત્ર દેખાડો, ગ્રાઉન્ડ ઝીરોમાં કાંઇ જ કાર્યવાહી કરાતી નથી: અપૂરતા સ્ટાફના કારણે પણ ચેકિંગનો અભાવ