ચાર પુત્રીના પિતાનો આપઘાત

પોરબંદરમાં કરૂણતા જગાવતા કિસ્સામાં એકબાજુ ચાર દીકરીનો ભાર અને બીજી બાજુ દારૂણ ગરીબથી પિતાએ
મોત માંગ્યું
પોરબંદર તા.28
એકબાજુ આજે આર્થિક સમૃદ્ધિ વધી હોવાના દાવા થાય છે તો બીજીબાજુ ગરીબાઇને કારણે માણસો આપઘાત પણ કરી રહ્યો હોવાનો પોરબંદરમાં પંથકમાં વધુ એક બનાવ નોંધાયો છે. બનાવની વિગત એવી છે કે, અમર ગામે રહેતા વિસાભાઇ રણમલભાઇ ઓડેદરા ઉ.વ. 45 એ ગળાફાંસો ખાઇને જીંદગી ટુંકાવી લીધી છે અને પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, મરણજનાર વિસાભાઇને સંતાનમાં ચાર દિકરીઓ હતી અને આર્થિક ગરીબાઇમાં જીવન જીવતા હોવાથી ગરીબાઇથી કંટાળીને તેમણે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી છે.
જુગારી ઝબ્બે
ઝાવરથી કુછડી ગામ જતા રસ્તે માલદે પરબત કુછડીયાની વાડીની પાછળના ભાગે બાવળના ઝાડ નીચે કેટલીક મહીલાઓ જુગાર રમી રહી હતી ત્યારે હાર્બર મરીન પોલીસ સ્ટેશનની ટીમે દરોડો પાડતા કારીબેન કારા કુછડીયા, લાખીબેન પરબત ચુંડાવદરા અને શાંતિબેન અરભમ કુછડીયા નામની ત્રણે કુછડી ગામે રહેતી મહીલાઓને પકડીને પટમાંથી 1530ની રોકડ પણ કબ્જે કરવામાં આવી હતી.
રીક્ષાચાલક ઝબ્બે
ઝુરીબાગમાં રહેતો અનીલ મોહનલાલ ગુજરાતી પીધેલી હાલતમાં રીક્ષા લઇ રાણીબાગ પાસેથી નિકળ્યો ત્યારે પોલીસે તેને પકડી પાડયો હતો.