ઐતિહાસિક પરિસંવાદની સફળતા બાદ ‘ગુજરાત મિરર’ની શુભેચ્છા મુલાકાતે આવેલ રામકૃષ્ણમઠના સંત

સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં ધર્મ પરિષદમાં આપેલ પ્રવચનની 125મી જયંતિના ભાગરૂપે તાજેતરમાં રામકૃષ્ણ આશ્રમ ખાતે સર્વધર્મ સન્વય અને વિશ્ર્વશાંતિ માટે એક પરિસંવાદનું આયોજન થયું હતું. જેમાં સમગ્ર દેશમાંથી વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂઓ પધારેલ હતા. સમગ્ર કાર્યક્રમની  સફળતાની માહિતી આપવા રામકૃષ્ણમઠના સ્વામીજીએ ‘ગુજરાત મિરર’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. (તસવીર: પ્રવીણ સેદાણી)