સેલ્ફીના શોખીન છો? । ટિપ્સ ફોર ધ પર્ફેક્ટ સેલ્ફી

લાઈટ
એક સારી સેલ્ફી લેવા માટે સૌથી જરુરી વસ્તુ છે લાઈટ. બેકગ્રાઉન્ડની લાઈટ વધારે બ્રાઈટ પણ ન હોવી જોઈએ અને વધારે પડતી લો પણ નહીં. લાઈટ તમારા ચહેરા પર આવવી જોઈએ. સેલ્ફીમાં જે લોકોને તમે કવર કરવા માંગો છો તેમના મોઢા પર પણ વ્યવસ્થિત લાઈટ આવવી જોઈએ. એંગલ
સેલ્ફી લો ત્યારે એંગલનું ખાસ
ધ્યાન રાખો. લોકોની ફરિયાદ
હોય છે કે સેલ્ફીમાં તેમનો ચહેરો અજીબ લાગે છે, પરંતુ જો તમે એંગલનું ધ્યાન રાખશો તો સેલ્ફી સારી જ આવશે. સેલ્ફી લેતી વખતે હાથ સીધો રાખવાના બદલે
થોડો ઉપર અથવા નીચે રાખવાથી સારી સેલ્ફી આવશે. ક્વોલિટી
કેમેરાની ક્વોલિટી પણ અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સેલ્ફીના શોખીન હોવ તો ફોન ખરીદતી વખતે ફ્રંટ
કેમેરા સારો હોય તેવો જ
ફોન ખરીદો.
આજકાલ માર્કેટમાં ઘણાં સારા સેલ્ફી સ્માર્ટફોન ઉપલબ્ધ છે. કોન્ટ્રાસ્ટ
ઘણાં લોકો સેલ્ફી
ટ્રીટ કરતી વખતે કોન્ટ્રાસ્ટ વધારી દેતા હોય છે. આમ કરવાથી ફોટો મોબાઈલમાં તો વ્યવસ્થિત દેખાશે, પરંતુ કમ્પ્યુટર અને લેપટોપમાં મોટી સાઈઝમાં સારો નહીં દેખાય અને પિક્સલ્સ તૂટતા દેખાશે. ટ્રીટમેન્ટ
સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરતા પહેલા તેને થોડી ટ્રીટ કરો. એટલે કે ફોનમાં આવતા ઈનબિલ્ડ ફોટો ટ્રીટમેન્ટ ફીચરનો ઉપયોગ કરીને કલર, કોન્ટ્રાસ્ટ વગેરે સેટ કરો. આ સિવાય ફોટો એડીટિંગની બીજી ઘણી એપ સ્ટોર્સમાં હોય છે. સાવધાની રાખો
સેલ્ફીને કારણે થતી દુર્ઘટનાઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. સેલ્ફી લેતી વખતે ધ્યાન રાખો કે તમે સુરક્ષિત જગ્યાએ ઉભા છો કે નહીં. જંગલી પ્રાણી, હથિયાર વગેરે સાથે સેલ્ફી
લેવાનું ટાળો. સેલ્ફી સ્ટિક
સેલ્ફીનો શોખ છે તો સેલ્ફી સ્ટિક જરુર ખરીદો. આનાથી વધારે લોકો સેલ્ફીમાં કવર કરી શકશો અને એંગલ પણ સારો રહેશે. સેલ્ફીમાં કેટલા લોકો?
સેલ્ફીમાં કેટલા લોકો છે તેની અસર ક્વોલિટી પર પડે છે. જો 2 લોકોની સેલ્ફી લેવી છે તો વાંધો નથી, પરંતુ તેનાથી વધારે લોકોની સેલ્ફી લેવી હોય તો સેલ્ફી સ્ટીકનો ઉપયોગ કરો. નહીં તો સેલ્ફી લેનારનો ચહેરો વધારે મોટો દેખાશે. સેલ્ફી લેવાનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે. મિત્રો સાથે હોય, ફેમિલી સાથે હોય, કોઈ નવી જગ્યાએ ગયા હોય, કોઈ વસ્તુ ખાતા હોય, લોકો સેલ્ફી લેવાનું ભૂલતા નથી. જો તમે પણ સેલ્ફીના શોખીન છો તો સેલ્ફી લેતી વખતે આ
ટિપ્સ અપનાવજો