"આયુર્વેદથી સંપૂર્ણ સ્વાસ્થ્ય

આયુર્વેદ એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. આયુર્વેદ કોઈ ’પેથી’ નથી. ’પેથી’ એક ગ્રીક શબ્દ છે, જે રોગ પરક છે, જયારે આયુર્વેદ તો એક જીવનવિજ્ઞાન છે. આયુર્વેદ બીમારી હોય ત્યારે એનો સમૂળ ઉપચાર કરે છે, પણ રોગ ન હોય ત્યારે પણ આહાર(ડાયેટ), વિહાર-દિનચર્યા(લાઇફસ્ટાઇલ), ઋતુચર્યા, સદવૃત્ત(માનસિક સ્વાસ્થ્ય) દ્વારા તંદુરસ્ત રહેવામાં સહાયક
નીવડે છે.
આયુર્વેદ નું પ્રયોજન છે:
"શ્ર્નમળશ્ર્નણુ્રૂ શ્ર્નમળશ્ર્નણુ્રૂ ફષર્ઞૈ,
અળટૂફશ્ર્ન્રૂ રુમઇંળફ પ્શ્પર્ણૈ ખ
સ્વસ્થના સ્વાસ્થ્યની રક્ષા કરવી અને રોગીના વિકારોનું શમન કરવું.
સામાન્યત: આપણે બિમાર પડીએ ત્યારે વિચારીએ કે કયા ડોક્ટર પાસે જવું? પણ જો બિમાર પડતાં પહેલાં જ આયુર્વેદિક નિષ્ણાંત ની સલાહ લઈએ તો વધુ સારું તંદુરસ્ત જીવન જીવી શકીએ. આપણી કાર કે વાહનની નિયમિત સર્વિસ કરાવીએ તો કાર કે વાહન સારી રીતે ચાલે છે એમ મનુષ્ય શરીરની અને મનની નિયમિતરૂપથી સર્વિસ કરાવવામાં આવે તો સંપૂર્ણ સ્વસ્થ જીવન લાંબા સમય સુધી જીવી શકાય છે. આ માટે આયુર્વેદ-પંચકર્મની પદ્ધતિઓ તન-મનનું શુદ્ધિકરણ કરે છે અને બિમાર થતાં અટકાવે છે. કોઈપણ રોગને જડમૂળથી દૂર કરે છે અને ફરી સાજા થવામાં મહત્વનો ભાગ ભજવે છે.
વર્તમાન સમયમાં જેમ જેમ વિવિધ પ્રકારના રોગો અને સંક્રમણ વધતાં જાય છે, ડાયેટ, લાઇફસ્ટાઇલ બદલી રહી છે, માનસિક તણાવ, ભય, ડિપ્રેશન, એન્કઝાઇટી વધી રહ્યા છે ત્યારે આયુર્વેદની અત્યંત આવશ્યકતા છે. કારણકે, આયુર્વેદ ફક્ત શરીરના સ્વાસ્થ્ય નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ ભાર મૂકે છે. આયુર્વેદમાં સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી છે-
"લપડળજ્ઞર્રીં લપળરુક્કણશ્ખ લપઢળટૂપબરુઇૃં઼ર્રૂીં
પ્લધ્ણળટ્ટપજ્ઞાધ્ત્રપણર્ળીં શ્ર્નમશ્ર્નઠજ્ઞટ્ટ્રૂરુધરુઢ્રૂટજ્ઞ ॥
દોષ (ત્રિદોષ-વાયુ,પિત્ત, કફ), ધાતુ(સાત ધાતુ),મલ,અગ્નિ અને તેની ક્રિયાઓ સમ(સંતુલિત) હોય, આત્મા, ઇન્દ્રિયો તથા મન પ્રસન્ન હોય તેને સ્વસ્થ કહેવામાં આવે છે.
સ્વાસ્થ્યની આ વ્યાખ્યા અનુસાર શરીરના આવશ્યક ઘટકોનું અને કાર્યોનું સંતુલન - શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય તથા આત્મિક પ્રસન્નતા પણ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.
આયુર્વેદ-પંચકર્મ દ્વારા આભામંડળ(અઞછઅ)નું શુદ્ધિકરણ થાય છે. આભામંડળ મનુષ્ય શરીરની આસપાસ આવેલું ઊર્જાક્ષેત્ર (વીળફક્ષ બશજ્ઞ-યહયભિિંજ્ઞળફલક્ષયશિંભ રશયહમ) છે. શુદ્ધ આભામંડળ સ્વસ્થ જીવન માટે જરૂરી છે. આ આભામંડળ આયુર્વેદ-પંચકર્મ દ્વારા શુદ્ધ થયા બાદ શુદ્ધ રહે તે માટે ધ્યાનયોગને થેરાપીમાં જોડવું અત્યંત આવશ્યક છે. કારણકે, હાલમાં અદૃશ્ય એવું વૈચારિક પ્રદૂષણ વધી રહ્યું છે. વિચારો તરંગોના માધ્યમથી આભામંડળ ને અને તન-મનને પ્રભાવિત કરી શારીરિક-માનસિક રોગ પેદા કરે છે. વિચારો બંધ કરી શકે એવી કોઇ ગોળી ઉપલબ્ધ નથી.એટલે ધ્યાનયોગને આયુર્વેદ-પંચકર્મ સાથે જોડવાથી સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
વિવિધ પ્રકારના રોગ વાત-પિત્ત-કફ - ત્રિદોષ અને સપ્તધાતુ, મલ તથા મનના દોષોના કારણે થાય છે. જેનાં મૂળમાં ’પ્રજ્ઞાપરાધ’ - બૌદ્ધિક અને વૈચારિક અસંતુલનના કારણે થતાં કર્મો હોય છે. મનુષ્ય શરીરમાં સાત ચક્રો-ઊર્જાકેન્દ્રો આવેલાં હોય છે. જે અલગ-અલગ અંગઅવયવો અને ક્રિયાઓ સાથે સંલગ્ન હોય છે. મનુષ્યના વિચારોનો આ સાત ચક્રો અને તેને સંબધિત અંગ-અવયવો, ક્રિયાઓ પર રોગકારક પ્રભાવ પડે છે. સંપૂર્ણ આયુર્વેદ આ સાત ચક્રોના સંતુલન પર આધારિત છે.
આ કોલમ (લેખમાળા)માં વિવિધ રોગો, સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ તથા તંદુરસ્ત રહેવાના ઉપાયો, આયુર્વેદ-પંચકર્મ-ધ્યાનયોગ મલ્ટીથેરપી આસ્પેક્ટ્સ દ્વારા મળતાં ઝડપી અને સ્થાયી તંદુરસ્તી આપનાર ઉપાયો વિશે વાત કરીશું. આયુર લાઈફ ડો. હેતલ આચાર્ય,
એમ.ડી. (આયુર્વેદ-પંચકર્મ)