વિશ્ર્વ યોગ દિવસ: ભારતની ઋષિ પરંપરાની વિશ્ર્વને અમૂલ્ય ભેટ

જીવનના દરેક તબક્કે યોગ મનુષ્યને ઉપયોગી સાબિત થાય છે
યોગ શારીરિક ક્રિયાથી શરૂ કરીને મોક્ષ સુધી પહોચાડવાની સૂક્ષ્મ પ્રક્રિયા છે
આબાલ વૃદ્ધ સહુ કોઈ યોગ અપનાવી જીવનને સ્વસ્થ, નિરોગી અને સુખમય બનાવી શકે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં 2015માં યોગ વિશે કહ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા; આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ છે. તે ફક્ત કસરત ન રહેતા આપણા અંત:અકરણથી વિશ્ર્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલવા લાવી જાગૃત્તતા ઉત્પન્ન કરશે. તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.એ દિવસથી 21 જૂન જે ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે જેને સંયુક્ત રાષ્ટ્ર સભામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં મોટાભાગના દેશો સહમત થયા. વિશ્ર્વના 170 જેટલા દેશો આ દિવસ મનાવે છે. આપણી પ્રાચીન ઋષી પરંપરાનો વારસો વિશ્વભર માં ફેલાયો જે આપણા માટે ગૌરવની વાત છે. આજની દોડધામભરી જીંદગીમાં યોગની અનિવાર્યતા જણાય છે. આજે વિજ્ઞાન અને મેડિકલ વિષયમાં પણ યોગનો સ્વીકાર થયો છે. અનેક રિસર્ચ પણ આ બાબત થઈ ચૂક્યા છે.વિશ્વ યોગ દિવસને જ્યારે ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે યોગ ક્રિયા વિશે અનેક પ્રશ્ર્નો ઉદભવતા હોય છે.યોગક્રિયામાં શું કરવું,શુ ન કરવું, તેના ફાયદા,તેમાં રાખવાની તકેદારી તેમજ તેની ઉપયોગીતા વિશે યોગ એક્સપર્ટ તેમજ ડોક્ટર્સના અનુભવો જાણીએ. - ભાવના દોશી