નાની ઉંમરમાં કઠીન યોગ અને સૂરોની સાધના કરતી કાવેરી

આજે વર્લ્ડ યોગ ડે અને વર્લ્ડ મ્યુઝિક ડે ત્યારે યોગ, સંગીત, ડ્રોઇંગમાં માસ્ટરી ધરાવતી કાવેરી ભણવામાં પણ અવ્વલ : વડાપ્રધાન મોદી છે પ્રેરણાસ્ત્રોત નેપાળમાં ઈન્ટરનેશનલ યોગા કોમ્પીટીશનમાં કોમ્પીટીશન રાઉન્ડ પહેલા 10 વર્ષની એ બાળકી સ્ટેજ પર્ફોમન્સ આપે છે. યોગનું એ પર્ફોમન્સ પુરુ થાય છે તાળીઓના ગડગડાટ સાથે હરિફ ખેલાડીઓ પણ અભિનંદન આપે છે અને ભેટી પડે છે. આયોજક પણ ઉત્સાહથી તે બાળાને ઉંચકીને ગળે લગાડી લે છે અનેબધા તેની સાથે સેલ્ફી પડાવવા લાગે છે આ બાળા એટલે રાજકોટની કાવેરી ઉપાધ્યાય.
રાજકોટમાં ઈમીટેશનનો બિઝનેસ કરતા અને 80 ફૂટ રોડ સત્યમ પાર્કમાં રહેતા સંદીપ ઉપાધ્યાય અને તૃપ્તી ઉપાધ્યાયનો મોટો પુત્ર મહર્ષિ અને નાની પુત્રી કાવેરી 9 વર્ષની ઉંમરથી જ કાવેરીને યોગમાં ખુબ રસ છે. શાળા સિવાય ઘરે પણ પ્રેક્ટીસ કરતી. આ જોઇ યોગગુરૂ પરાગભાઇ નિર્મલે આગળ વધવાની પ્રેરણા આપી માતાની મદદથી હાલ દરરોજ બે કલાક પ્રેક્ટીસ કરતી કાવેરીએ ખેલમહાકુંભ 2017માં રાજયકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમજ રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. છે. સર્વોદય શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી કાવેરીએ અનેક સ્પર્ધામાં એવોર્ડ જીત્યા છે તેમજ મેડલ મેળવ્યા છે. નેશનલ લેવલ તેમજ ઈન્ટરનેશનલ લેવલે વિજેતા બની ભારતનું નામ રોશન કરેલ છે. શાળાના પ્રિન્સીપાલ તેમજ શિક્ષકો પણ કાવેરીને તેની આ પ્રવૃતિ માટે ખુબ જ સહયોગ આપે છે. કાવેરી યોગ ઉપરાંત સંગીતમાં, ડ્રોઈંગમાં પણ રસ ધરાવે છે પિયાનો વગાડવાનો પ્રયોગ પણ તે કરે છે. યોગ કરતા કરતા આ બધી પ્રવૃતિ કરતા કરતા પણ ભણવામાં તે અવ્વલ રહે છે. કાવેરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દીપા કરમાકરને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે અને ભવિષ્યમાં પણ યોગ દ્વારા ભારતનું નામ રોશન કરવું એવું સ્વપ્ન સેવે છે.
(તસવીર: રવિ ગોંડલીયા) યોગગુરૂની પ્રેરણા અને માતાની મદદથી રોજ બે     કલાક યોગની પ્રેક્ટીસ કરે છે