આ કારણોના લીધે બ્લાસ્ટ થાય છે ફોન !

તમે સમાચાર વાંચ્યા હશે કે કોઈ નંબરથી ફોન આવ્યો અને ફોન ફાટી ગયો, ચાર્જિંગમાં મૂકેલો ફોન ફાટી ગયો, વાત કરતાં કરતાં ફોન ફાટ્યો. આખરે આવું શું કામ થાય છે.
કયા કારણોથી ફોન બ્લાસ્ટ થાય છે અને ફોનને ફાટતો કેવી રીતે બચાવી શકાય.
ફોન ફાટવાનું મુખ્ય કારણ ઓવર હિટિંગ છે. ચાર્જિંગનો સમય ફોન માટે આરામ કરવાનો સમય હોય છે. આ સમય દરમિયાન ફોનને માત્ર ચાર્જ થવા દો. આ સમયે ફોનમાં ગેમ ન રમો કે ના અન્ય કોઈ કામ કરો. ફોન ચાર્જિંગમાં હોય ત્યારે ફોન પર વાત કરવી સૌથી ખતરનાક સાબિત થાય છે. જો કોઈ અગત્યનું કામ ન હોય તો ફોનને સ્વિચ ઓફ કરીને ચાર્જિંગમાં મૂકો.
કેટલાક લોકોની આદત હોય છે કે આખી રાત ફોન ચાર્જ કરવા માટે મૂકી રાખે છે. અને સવારે ફોન ચાર્જિંગમાંથી કાઢે છે. આમ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે.
ઓવર ચાર્જિંગ ફોન ફાટવાના મુખ્ય કારણો પૈકીનું એક છે. તો આવું કરવાનું પણ ટાળવું જોઈએ.
ઘણીવાર ચાર્જર ખરાબ થઈ જાય ત્યારે થોડા રૂપિયા બચાવવા માટે લોકો સસ્તું ચાર્જર ખરીદે છે. આવું ના કરો. હંમેશા જે કંપનીનો ફોન હોય તેની ઓફિશિયલ સાઈટ પર જઈને ઓરિજિનલ ચાર્જર જ ખરીદો. આમ કરવાથી તમે સંભવિત જોખમથી બચી શકો છો.
ફોન ક્યારેય પણ એવી જગ્યાએ ન રાખો જ્યાં સીધો સૂર્ય પ્રકાશ આવતો હોય. સૂર્ય પ્રકાશમાં રહેવાથી ફોનની બોડી ગરમ થઈ જાય છે જેના કારણે ઓવર હિટિંગ થાય છે. આના કારણે ફોનનું બેલેન્સ બગડે છે અને ફોન ફાટવાનું જોખમ રહે છે.
કેટલીક એપ્સ યૂઝ કરવાથી ફોન વધારે ગરમ થાય છે. સામાન્ય રીતે ૠઙજ નેવિગેશનવાળી એપ્સ યૂઝ કરવાથી આવી સમસ્યા ઉદ્ભવે છે. ગૂગલ મેપ્સ, ઉબર, ઓલા જેવી ૠઙજ લોકેશન બેઝ્ડ એપ યૂઝ કરવાથી ફોન ઓવરહીટ થાય છે. એટલે આવી એપ્સનો વપરાશ ઓછો કરવો અને કામ ન હોય તો ૠઙજ બંધ રાખવું.