નિધિ સ્કૂલ દ્વારા વિશ્ર્વયોગ દિવસ ઉજવાશે

છાત્રો, શિક્ષકો અને વાલીઓ આયોજનમાં જોડાશે
રાજકોટ, તા. 20
વોર્ડ નં.1 માં આવેલ નિધિ સ્કુલનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ દ્વારા આગામી કાલે વિશ્ર્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે.
યોગદિનની ઉજવણી સ્ટલીંગ હોસ્પીટલની બાજુના ગ્રાઉન્ડમાં 150 ફૂટ રીંગ રોડ ગાંધીગ્રામ ખાતે સવારનાં 6 થી 8 યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર દ્વારા કરવામાં આવશે. આ યોગદિનની ઉજવણી 700 તી વધુ વિદ્યાર્થીઓ તેમજ 35 શિક્ષકો અને 50 વાલીઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્ર્વના જુદા જુદા દેશોને યોગના વિચારો આપેલા જેના અનુસંધાને યુનો દ્વારા 21 મી જુન વિશ્ર્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. યોગદિનની ઉજવણી પૂરા ઉત્સાહથી રાજકોટમાં થઈ રહી છે તે અનુસંધાને નિધિ સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સ્કુલનાં પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ અર્ચનાબા જાડેજા અશાબા જાડેજા અદીની ભટ્ટ હર્ષદ રાઠોડ યોગ દિનની ઉજવણી ઉજવણીમાં જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે જણાવ્યુ હતું. ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલ પ્રતિનિધિ મંડળ (તસ્વીર: પ્રવિણ સેદાણી)