સેન્સેકસ 276 પોઈન્ટ વધ્યો, નિફટી 10774ને પાર


એશિયાઈ બજારોમાં સારા સંકેતોને કારણે બુધવારે ભારતિય શેરબજારમાં બઢતી જોવા મળી હતી. ખાસ કરીને બપોરના સમય શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો. જેમાં હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, મારૂતી, એચયુએલ, ટીસીએસ શેરોમાં ભારે બધારો જોવા મળતા સેન્સેકસ 276 પોઈન્ટથી ઉછડ્યો હતો. જ્યારે નિફટી 10774ની ઉપરની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. બેન્કિંગ, ઓટો, મેટલ, ફાર્મા અને રિયાલિટી ઈન્ડેકસમાં તેજી સર્જાતા બજારને ઘણો સપોર્ટ મળ્યો હતો.