ટ્રેડવોરની ચિંતા: સેન્સેક્સમાં 262 પોઈન્ટનું ગાબડું, મેટલ અને આઇટી શેરો ડાઉન


મુંબઈ, તા.19
ગ્લોબલ ટ્રેડ વોર વધવાની ચિંતાથી નબળા ગ્લોબલ સંકેતોના પગલે સોમવારે માર્કેટ દબાણ હેઠળ રહ્યા પછી ઘટીને બંધ રહ્યું છે. સેન્સેક્સ ખુલતામાં આશરે 100 પોઇન્ટ વધીને ઉપર 35,721.55 સુધી ગયો હતો. પરંતુ પછી વેચવાલીના દબાણથી ઘટ્યો હતો અને સીમિત રેન્જમાં રહ્યો હતો. અંતે બપોરે 3.00 વાગ્યે સેન્સેક્સ 262 પોઇન્ટ ઘટીને 35285 પર પહોંચ્યો હતો. નિફ્ટી 92 પોઇન્ટ ઘટીને 10707ની સપાટી પર પહોંચી હતી. મેટલ અને આઇટી સેક્ટર વધુ
ઘટ્યા હતા.