એક્વા યોગ માટે... હૈ તૈયાર હમ...

ર1મીએ વિશ્ર્વભરમાં યોગ દિવસ ઉજવાશે. રાજકોટમાં યોગ દિવસને વિશેષ બનાવવા ર1મીએ એકવા યોગનું આયોજન થયું છે. શહેરનાં ચારેય સ્નાનાગારોમાં મહિલાઓ દ્વારા એકવા યોગ થશે. અત્યાર સુધીમાં એકવાયોગ માટે શહેરભરમાંથી ર10 એન્ટ્રીઓ આવી છે. 7 વર્ષની બાળાથી લઇ 70 વર્ષના વૃધ્ધાઓ દ્વારા રેસકોર્સમાં આવેલ સ્વીમીંગ પુલમાં પ્રેકટીસ કરવામાં આવી રહી છે. મનપાનાં એકસપર્ટ દ્વારા છેલ્લા 1પ દિવસથી દરરોજ દોઢ કલાક સુધી એકવા યોગની તાલીમ આપવામાં આવી રહી છે. કાલે સવારે તમામ મહિલાઓ એકવા યોગ કરશે. (તસવીર: રવિ ગોંડલિયા)