મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

5 કોર્સમાં હોમિયોપેથી અને નેચરોપેથી પણ સમાવિષ્ટ, 25મી જૂને મેરિટ યાદી થશે જાહેર
રાજકોટ તા.12
મેડિકલ, ડેન્ટલ, આર્યુવેદ, હોમિયોપેથી અને નેચરોપેથીની પાંચે’ક હજાર બેઠકો પર પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રિયા આજથી શરૂ થઇ છે.
મેડિકલ-ડેન્ટલ અને આયુર્વદિક સહિતના પાંચ મેડિકલ-પેરામેડિકલ કોર્સીસમાં આજથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૃ થઇ છે, જેમાં આજે પિન વિતરણ શરૃ થશે અને 13મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થશે. મેડિકલ-ડેન્ટલ અને પેરામેડિકલની ત્રણ બ્રાંચની મળીને 5 હજારથી વધુ બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા થશે. સીબીએસઈ દ્વારા નીટનું પરિણામ જાહેર કરવામા આવ્યા બાદ આજે રાજ્ય સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારના આદેશથી જે પાંચ કોર્સમાં નીટના માર્કસથી પ્રવેશ આપવામા આવેછે તે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથી બ્રાંચમાં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર કરવામા આવી છે. જે મુજબ 12મીથી નિયત કરેલી એક્સિસબેંકની બ્રાંચો ંથી 200ની કિંમતની પિન વિતરણ શરૂ થયું છે. આ પિનવિતરણ 19મી જુન સુધી ચાલશે. જ્યારે 13મી જુનથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થશે અને જે પણ 19મી જુન સુધી ચાલશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીઓને હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની મુદ્દત 13મી જુનથી 20મી જુન સુધીની છે. રજિસ્ટ્રેશન બાદ 25મીજુને પ્રોવિઝનલ મેરિટ જાહેર કરવામા આવશે ત્યારબાદ ચોઈસ ફિલિંગ શરૃ કરાશે અને 7મી જુલાઈ સુધીમાં પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ કરી દેવાશે.12મી સુધીમાં વિદ્યાર્થીએ કોલેજ જોઈનિંગ મેળવી લેવાનું રહેશે.ત્યારબાદ બીજો રાઉન્ડ શરૃ કરાશે. રજિસ્ટ્રેશન સાથે પ્રવેશ ફાળવણી પણ ઓનલાઈન જ રહેશે. મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદિક સહિતના પાંચ કોર્સમાં 5 હજારથી વધુ બેઠકો છે જે માટે આ પ્રવેશ પ્રક્રિયા થશે.સમિતિના જણાવ્યા મુજબ અમદાવાદની એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને સુરતની મ્યુનિસિપલ મેડિલ કોલેજમાં પ્રવેશ માટે ઉમેદવારોએ
લોક ક્વોટાનું એટલે કે સ્થાનિક રહેવાસી હોવાનું પ્રમાણપત્ર સંબંધિત કોલેજના ડીન પાસેથી લેવાનું રહેશે. એનઆરઆઈ ઉમેદવારોએ ઓનલાઈન અરજી પછી પ્રક્રિયા ફી તરીકે એડમિશન કમિટી, ગાંધીનગરના નામનો 10 હજાર રૃપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કમિટીની ઓફિસ ખાતે જમા કરાવવાનો રહેશે. પ્રવેશ કાર્યવાહીમાં ક્યારે શું...
તારીખ કાર્યવાહી
12જૂન એક્સિસની બ્રાંચોમાંથી ‘પિન’ વિતરણ શરૂ
13જૂન ઓનલાઇન રજીસ્ટ્રેશનનો પ્રારંભ
19જૂન 5ન વિતરણ, રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ
20જૂન આ દિવસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ કરાવનું
25જૂન પ્રોવિઝનલ મેરિટ થશે જાહેર
7જૂલાઇ આ દિવસ સુધીમાં પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ થઇ જશે
12જૂલાઇ વિદ્યાર્થીએ કોલેજ જોઇનિંગ ત્યાં સુધીમાં મેળવી લેવાનું