‘કવોન્ટિકો’માં ભારતીયને ટેરરિસ્ટ દેખાડવા મુદ્દે પ્રિયંકાએ માફી માગી

મુંબઈ તા,12
પ્રિયંકા ચોપડાએ તેની હોલીવુડની સિરિયલ ક્વોન્ટિકોની ત્રીજી સીઝનના ક્ધટ્રોવર્શિયલ એપિસોડ માટે માફી માગી છે. આ એપિસોડમાં એક ભારતીયને ટેરરિસ્ટ દેખાડવામાં આવે છે જે ન્યુ યોર્ક સિટીના મેનહટન પર ન્યુક્લિયર અટેક માટે પાકિસ્તાન જવાબદાર હોવાનો પ્લોટ બનાવે છે. આ એપિસોડમાં ભારતીયને ટેરરિસ્ટ દેખાડવા માટે એની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી અને હજી પણ થઈ રહી છે. આ એપિસોડને લઈને ક્વોન્ટિકોના પ્રોડ્યુસરે પણ માફી માગી છે. તેમ છતાં એની ટીકા કરવામાં આવતાં પ્રિયંકાએ ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે મારી ક્વોન્ટિકોના એપિસોડને લઈને ઘણા લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે એનું મને ખૂબ જ દુ:ખ છે. લોકોની લાગણીઓ દુભાવવાનો મારો કોઈ ઉદ્દેશ નહોતો અને કોઈ દિવસ હશે પણ નહીં. આ માટે હું માફી માગું છું. મને ઇન્ડિયા પર ખૂબ જ ગર્વ છે અને એ ક્યારેય બદલાવાનું નથી.