સોનાક્ષી સિંહાને બનવું છે ‘ખૂન ભરી માંગ’ ની રેખા


મુંબઇ: બોલીવુડમાં ઘણી ફિલ્મોની રીમેક બની રહી છે અને એમાંની ઘણી સફળ પણ રહી છે. સોનાક્ષી સિંહાને પણ આવી જ એક રીમેકમાં રેખાનું પાત્ર ભજવવું છે. આ વિશે પૂછતાં સોનાક્ષીએ કહ્યું હતું કે મારે ‘ખૂન ભરી માંગ’ની રીમેકમાં રેખાજીનું પાત્ર ભજવવું છે. આ ફિલ્મમાં તેમણે બિચારી મહિલાનું પાત્ર ભજવ્યું હતું જેને મગરની સામે જીવતી ફેંકી દેવામાં આવે છે. મગરથી બચ્યા બાદ તેઓ એનો બદલો લેવા માગે છે. એકદમ અદ્દભુત ફિલ્મ છે. આ ફિલ્મને ગમે ત્યારે જોઈ શકાય છે. મોટા ભાગે હું જૂની ફિલ્મો નથી જોતી, પરંતુ આ ફિલ્મ મારી ફેવરિટ છે.’