નાણાં ચૂકવી નહિ શકતા યુવકનાં ભાઈને ઉઠાવી ગયા

ગોંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
અમરેલી,તા.11
લાઠીના એક યુવાને ધંધાર્થે લીધેલ વ્યાજે રૂા. 4.70 લાખ ત્રણ વર્ષ બાદ પણ ચુકવવાી પરિસ્થિતિ ના હોવાનાં કારણે ગામ છોડી જતો રહેતાં વ્યાજખોરોએ તેમનાં મોટા ભાઈને બજારમાંથી ઉપાડી જઈ ઘરમાં ગોંધી રાખી માર મારી મારી નાખવાની આપેલ ધમકીથી ભારે ચકચાર જાગેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ લાઠીમા દુકાન ચલાવતાં બિલકિશબેન યુસુફભાઈ દલ ઉ.વ.60 નામની વૃધ્ધાના દિકરાએ ગામના મંહમદ તેજા પાસેથી ત્રણ વર્ષ પહેલા રૂા.4.70 લાખ વ્યાજે લીધેલ હતા. આટલી મોટી રકમનું વ્યાજ મુદલ ચુકવવાની પરિસ્થિતિ ન હોવાના કારણે વ્યાજખોરોના ત્રાસથી ગામ છોડી જતો રહેલ હતો.
ગત તા.7 ના રોજ બપોરનાં સમયે બિલકીશબેનનો મોટો દિકરો અમીનભાઈ તેનાં પુત્ર અબ્દુલ સાથે રમજાન માસ નિમીતે બજરમાં ખરીદી કરવા માટે ગયેલ તે અરસામાં વ્યાજખોરો મંહમદ તેજા, એહમદ તેજા અને સાહિલ આદમ સેતા સહિતનાં ત્રણ શખ્સો અમીનભાઈને બજારમાંથી ઉપાડી ગયેલ હતા. અને ઘરમાં ગોધી રાખી તેમનાં નાનાભાઈને આપેલ રૂા.4.70 લાખની રકમની ઉઘરાણી કરી મારમારી પૈસા કઢાવવા બળજબરી કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ બિલકિશબેને લાઠી પોલીસમાં ત્રણેય શખ્સો વિરૂધ્ધ કલમ 34ર/36પ/384/38પ/ પ04/ પ06/ર તેમજ નાણા ધીરધાર કલમ મુજબ ફરીયાદ નોંધાવતાં પી.એસ.આઈ. જેતપરીયાએ તપાસ હાથ ધરેલ છે.