અધિક માસ સમાપને કાલે સોમનાથ ટ્રસ્ટના મંદિરોમાં અન્નકૂટ

સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર, ભાલકા મંદિર, ગીતા મંદિર તથા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરોમાં આગામી તા.13 ના ભવ્ય અન્નકોટ (છપ્પનભોગ) દર્શનનું આયોજન કરવામાં આવેલ છે.   જ્યેષ્ઠ અધિક રાધા પુરૂષોત્તમ માસ નિમિત્તે અન્નકુટ (છપ્પનભોગ) શ્રી રામ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગોલોક ધામ તીર્થમાં આવેલ ગીતા મંદિર તથા લક્ષ્મીનારાયણ મંદિર ખાતે યોજાનાર છે. આ પવિત્ર માસમાં પ્રભાસ તીર્થ જે હરિ અને હરની ભૂમિ તરિકે વિશ્વપ્રખ્યાત છે. આ ક્ષેત્રમાં અન્નકોટ દર્શનનો વિશેષ માહાત્મ્ય  રહેલુ છે. આ અન્નકોટ દર્શનનો સમય બપોરે સાડા ત્રણ થી સાંજે સવા સાત સુઘી રહેશે જેનો સર્વે ભક્તોને દર્શનનો લ્હાવો લેવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવેલ છે.