બીઝનેશમાં સફળ થવાં શું કરશો?

આર્થિક ઉપાર્જનના આજે અનેક વિકલ્પો આપણી પાસે ઉપલબ્ધ છે. અગાઉ કયારેય નહોતી એટલી પ્રંચડ માત્રામાં અનેક તકો વિવિધ ક્ષેત્રોમાં આપણને આહવાન આપી રહી છે. આર્થિક રીતે ખુબ સમૃદ્ધ બનીને અનન્ય પ્રદાન કરવા માટે! આપણે એ નક્કી કરવાનું છે કે કયા ક્ષેત્રમાં કાર્ય કરીને ખુબ આગળ ધપવું છે. આપણા સપનાને સાકાર કરવા માટે ત્યારબાદ આયોજનબદ્ધ મહેનત કરીને આપણે ખુબ લયબદ્ધ રીતે આગળ ધપી શકવાનું સામર્થ્ય ધરાવતા જ હોઇએ છીએ. પસંદગીનું ક્ષેત્ર નક્કી કરી, સપના સજાવી, અનન્ય મહેનત કરીને આપણે બધાને અદ્ભુત લાગે એવા પરિણામોની હારમાળા સર્જી શકીએ તેમ છીએ! વિજ્ઞાન અને ટેકનોલોજીના ખૂબ જ ઝડપી વિકાસના કારણે આજે તમામ ક્ષેત્રે ખુબજ ઝડપથી પરિવર્તન આવે છે. એ પરિવર્તન પોતાની સાથે અનેકવિધ એવી તક ઉપસ્થિત કરે છે કે જેનો યોગ્ય ઉપયોગ કરીને આપણે અનોખી રીતે ખુબ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં સફળ થઇ શકીએ છીએ. ડિજિટલ ક્ાન્તિથી વેપાર, વાણિજ્ય પણ હવે ડિજિટલ માધ્યમથી ખૂબ ઝડપી અને વધુ શિસ્તબદ્ધ બની શક્યો છે. ફાયદાની સાને અમુક પડકારો પણ હોય જ. પણ ધ્યાન આપણે વધુ ફાયદો મેળવી બધાની સુખાકારી માટેના પ્રયત્નો પર આપવાનું હોય.  અગાઉ ક્યારેય નહોતા એ પ્રકારના અનેક ક્ષેત્રોમાં હાલમાં રોજગારીની
વિપુલ તકો ઉપલબ્ધ છે. આપણને એ પારખતાં અને તેમાં કાર્યરત બની પ્રગતિ સાધવાના સપનાને સાકાર કરવાના મુદ્દાને અગ્રિમતા આપવાનું ખૂબીથી સમજતાં શીખવામાં છે!
હવે વાત કરીએ થોડા એવા મુદ્દાઓની કે જે થકી, એના પર કામ કરી આગળ ધપવાથી આપણને વધુ સરસ રીતે પ્રગતિ સાધવામાં ખૂબ જ સફળતા મળી શકે તેમ છે. બીઝનેશ હોય કે સર્વિસ! બધાં વિકલ્પોમાં ખૂબ મદદકર્તા સાબિત થાય એવા નીવડેલાં આ મુદ્દા છે. નિષ્ણાંતોએ પોતાના જીવનમાં તેમજ અન્યોને માર્ગદર્શન આપવામાં તેનો ભરપુર ઉપયોગ કરીને નવોજ રાહ ચીંધ્યો છે. બધાને! સરળ લાગતા આ સિદ્ધાંત સમા મુદ્દાઓ પર કામ કરવું એટલું સહેલું નથી જેટલું એ જણાય છે. અલબત તેના પર અમલ કરવાની શરૂઆત કરીએ એટલે ક્રમશ: એમાં નિપુણતા આવવી શરૂ થાય! પછી એ બની જાય સુગમ! પડી જાય ટેવ એ પ્રમાણે જ કાર્ય કરવાની તમામ રીતે ફાયદો મળવાની પછી થતી હોય છે. શરૂઆત! લાંબા ગાળે એ ખૂબજ ઉપયોગી નીવડે. વ્યકિતગત અને વ્યાવસાયિક ફાયદો મળવાની થતી શરૂઆત આપણને વધુ પકડારરૂપ કાર્ય કરવાનું પણ આપે પછી આહવાન જે વધુ ફળદાયી નીવડે આગળ જતાં!
સૌ પ્રથમ એ નક્કી કરી લેવાનું છે કે કેટલાં સમયમાં કયાં પહોંચવું છે. શામાટે ત્યાં પંહોચવું છે એતો સૌ પ્રથમ નક્કી કર્યા બાદ જ બીઝનેશ ક્ષેત્રે પદાપર્ણ કરવામાં આવ્યું છે એમ માનીને આગળ ધપવાની આ વાત અને શરૂઆત છે! આપણે જે મુકામ પર બીઝનેશને લઇ જવો છે એ અગાઉથી નક્કી હોય તો દીશા નક્કી કરવામાં અને એ દીશામાં આગળ ધપતી આપણી સફરનું સમયાંતરે મૂલ્યાંકન કરવામાં આપણને મઝા પણ પડે છે અને સરળતા તેમજ સુગમતા પણ રહે છે એ બાબતમાં.
કોઇપણ બીઝનેશ માટે શરૂઆતના વરસો ખુબજ સંઘર્ષ કરીને શીખવાના, તેનો ઉપયોગ કરવાના અને ખૂબજ સંઘર્ષ કરીને આગળ ધપવા માટે સુસજ્જ બનવાના હોય છે. ઘણા લોકો ખૂબ ઉત્સાહથી નવું સાહસ શરૂ તો કરી દે છે પણ પછી તકલીફ આવે કે થોડો વધુ સંઘર્ષ કરવો પડે તો નાહિમંત થઇ જાય છે. અને ક્યારેક ખોટ કે ખૂબ મોટી ખોટ ખાઇને બધુ સંકેલી લેતા હોય છે. ગણતરી સાથેનું જોખમ ઉઠાવવાની આવડત અને લાંબા સમય સુધી બીઝનેશમાં ટકી રહેવાની ક્ષમતા અને ધીરજ ખૂબ મહત્વના છે. કોઇપણ ક્ષેત્રમાં બીઝનેશ કરીએ, સંઘર્ષતો તો કરવો જ પડે છે અને ધીરજ રાખીને આગળ ધપવું પડતું હોય છે. ઉતાવળે કદી પણ આંબા કુદરતી રીતે તો પાકતા જ નથી! નિસર્ગના નિયમોને સમજી અને તેના પર કરવું પડે આપણે ખંતપુર્વક કામ!
આજે બદલાવ અને પરિવર્તનનો દરેક વ્યકિતએ અને દરેકને બીઝનેસ કરવો પડે છે સામનો. ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફાયદો મેળવવામાં જો પાછળ રહી જઇએ તો પ્રગતિની તક ચૂકાઇ જ જાય! દીર્ઘદ્રષ્ટિ કેળવીને આગામી પરિવર્તન વિશે અગાઉથી જ સુસજ્જ બનવું હવે બની ગયુ છે અનિવાર્ય. પરિવર્તન મુજબ પોતાના બીઝનેશમાં પણ જેઓ પરિવર્તન લાવી શક્યા નથી તેઓ ખૂબ ઝડપથી આ ઝડપી યુગમાં બની જતા હોય છે ઇતિહાસ! તજજ્ઞો તો હંમેશા એવું કહે છે કે કોઇ પણ પરિવર્તન આપણા માટે પ્રગતિની અનેક તક લઇને આવે છે જેઓ આ તકને ખૂબ જલદી પારખી લે છે અને ત્વરિત ઝડપી નિર્ણય લઇને તેના પર કાર્ય શરૂ કરે છે તેઓ જ બીજાઓ કરતા રહેતા હોય છે ખૂબ આગળ! અન્યોને પ્રેરિત કરવાનું કામ પણ તેઓ થકી જ પછી થતું હોય છે!
સર્જનાત્મક અભિગમ સાથે જો સર્જનશીલ બની અને બીજનેશ કરતા આવડે તો ખૂબ સારી રીતે કાર્ય કરીને શ્રેષ્ઠ પ્રદાન કરવામાં મદદ અનન્યપણે મળવાની થતી હોય છે શરૂઆત. કોઇપણ ક્ષેત્રમાં બીઝનેશ હોય, કોઇ પણ સ્થળ પર એ હોય- એમાં કંઇક નવું કરવાની, નવીન રીતે આગળ ધપવાની શક્યતા
હોય જ છે. થોડી કલ્પનશકિત કામે લગાડીએ તો ખૂબ સારા પરિણામ લાવી શકાય. કસ્ટમર્સને અચાનક નાનકડી
ભેટ આપીને ખુબ ખુશ કરી દેવાની આવડતથી ઘણાં બીઝનેશમાં પોતાની બધી પ્રોડક્ટને ખુબ સારી રીતે વેચવામાં ઘણાં હોય છે માહિર.
દરરોજ થોડી પણ નક્કર પ્રગતિ સાધી શકવામાં સફળતા મળે તો લાંબા ગાળે તેનો ભરપૂર ફાયદો આપને અનિવાર્ય રીતે મળી શકતો હોય છે દરેક બાબતે. બીઝનેશનો દરેક દિવસ હોય છે અતિ અગત્યનો, ખૂબ જ મહત્વનો. સમગ્ર દિવસના બીઝનેશના અંતે શીખવા મળેલા બધા જ પદાર્થ પાઠ ખૂબ જ અગત્યના હોય. તેના પર કરવું જોઈએ ચિંતન અને મનન. દરેક બાબતમાં ગુણવત્તા હોવી ખૂબ જ જરૂરી. પ્રોડકટની વાત તો ગુણવત્તાનો કોઈ વિકલ્પ જ નહીં. એટલે એમાં તો કદી કોઈપણ બાંધછોડ ચાલી જ ન શકે. જો કરીએ તો પછી ગયા કામથી! નફો ભલે ઓછો મળે પણ નીતિમત્તા કદી પણ છોડવાની ન જ હોય. જેઓ સિદ્ધાંત અને નીત્તિમત્તાને ખૂબ સારી રીતે પોતાના બીઝનેશમાં અને જીવનમાં સ્થાન આપીને કામ કરે છે. તેઓ જ સાધતા હોય છે ખરાઅર્થમાં પ્રગતિ.
બીઝનેશની દરેક બાબતમાં નિપુણ કે નિષ્ણાંત બની અને આગળ ધપવું એ ખૂબ જ મહત્વની છે બાબત. કોઈપણ ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરવા માટે ખુદની જાત સાથે જ હરિફાઈ કરવાની હોય. કરવાની હોય સ્પર્ધા ! આગલા દિવસોમાં જે સ્થાન પર હતા તે નથી ઉચ્ચતમ સ્થાન પર પહોંચી શકયા છીએ કે કેમ એ જ આપણે ચકાસતા રહીને કરી શકીએ છીએ ખુદનું અને બીઝનેશનું પણ એ રીતે મુલ્યાંકન ! જે આપણને જરૂરી બાબતોમાં થયો ફેરફાર કરવામાં, ઝડપ વધારવામાં કે દીશામાં પણ જરૂર લાગે તો ફેરફાર કરવામાં કરે છે મદદ. જે ખૂબ જ જરૂરી અને મહત્ત્વની બાબત !
આપણામાં રહેલી અનંત શકયતાઓ અને અપાર શક્તિઓનો જગતને વધુ ઉજાત મુકામ પર લઈ જવા માટે આપણે કરવાનો હોય છે ઉપયોગ. એ જ તો હેતુ છે આ બીઝનેશ ક્ષેત્રમાં પણ કાર્યરત થવાનો ! માત્ર પૈસા રળવા માટે જ બીઝનેશ કરવાનો નથી હોતો ! એ સિવાય પણ ઘણુ બધુ ઉપલબ્ધ થતુ હોય છે એ થકી જે હોય છે ખૂબ મહત્વનું. તેના પર પણ જો આપણે ધ્યાને કેન્દ્રિત કરી અને કાર્ય કરીએ તો થવાય ખરા ખર્ચમાં માલામાલ ! સર્જી ગણાય આજની વાતે પણ અનોખી કમાલ !
‘ધ લીન સ્ટાર્ટઅપ’ નામના મસ્ત મઝાના પુસ્તકમાં લેખક એરીક રાઈઝ જે બધી ખુબ મહત્વની અને અતિ અગત્યની વાતો રજૂ કરે છે તેનો સારાંશ અત્રે તમારી સામે મેં મૂક્યો. તેના પર ચિંતન, મનન કરીને કામ કરવાથી અનન્યપણે અદ્ભૂત કંઈક કરી શકાશે. કરજો એ તમે ! હું અટકું આ મુકામ પર ! દરરોજ થોડી પણ નક્કર પ્રગતિ સાધી શકવામાં સફળતા મળે તો લાંબા ગાળે તેનો ભરપૂર ફાયદો આપને અનિવાર્ય રીતે મળી શકતો હોય છે દરેક બાબતે. બીઝનેશનો દરેક દિવસ
હોય છે અતિ અગત્યનો,
ખૂબ જ મહત્વનો બુક ટોક । સલીમ સોમાણી