સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એકેડેમિક કેલેન્ડર જાહેર


રાજકોટ,તા.11
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલોની એકેડેમિક કેલેન્ડરની રચના, પ્રવેશ ઇન્ટેક, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા મુખ્યમંત્રીફ એપ્રેન્ટીસશીપ યોજનાની અમલવારીના સંદર્ભમાં બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુઇપતિ પ્રો.નીલામ્બરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાયેલ હતી. આ બેઠકમાં સંલગ્ન કોલેજોમાં એકેડેમિક કેલેન્ડરની અમલવારી, કોલેજોમાં નવા પ્રવેશ આપવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા મુખ્યમંત્રી એપ્રન્ટીસશીપ યોજનાની અમલવારી કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષના એકેડેમિક કેલેન્ડર બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી.
જેમાં શૈક્ષણિક વર્ષ 2018-19ના એકેડેમિક કેલેન્ડર અંગે નિર્ણય કરવામાં આવેલ હતા. પ્રથમ સત્રનો પ્રારંભ તા.12/6/2018 થી તા12/06/2018, પ્રથમ સત્ર વેકેશન તા.5/11/2018 થી 18/11/2018, દ્વિતિય સત્ર પ્રારંભ તા.26/11/2018 થી તા.24/4/2019, દ્વિતિય સત્ર વેકેશન તા.24/4/2019 થી 11/6/2019
આજની મળેલ પ્રિન્સીપાલોની બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તા. 21/6/2018ના રોજ કરવા માટે પરિણામલક્ષી આયોજન કરવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ હતો તથા સંલગ્ન કોલેજોમાં નવા પ્રવેશ આપવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.
આગામી શૈક્ષણિક વર્ષ 2018-19માં લેવાનાર વિવિધ યુ.જી. અને પી.જી. ની પરિક્ષાઓની તારીખો નિયત કરવામાં આવેલ હતી. જેમાં ઓક્ટોબર-2018માં લેવાનાર પરીક્ષાઓ તા.22/10/2018ના રોજ શરૂ થશે તેમજ માર્ચ-2019માં લેવાનાર પરીક્ષાઓ તા. 19/3/2019થી શરૂ થશે તેવો નિર્ણય કરવામાં આવેલ હતો.
આ બેઠકમાં યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. વિજયભાઇ પટેલ, ડો.મેહુલભાઇ રૂપાણી, ડો. ધરમભાઇ કાંબલીયા, ડો. વિમલભાઇ પરમાર, કુલસચિવ ડો. ધીરને પંડ્યા, પરીક્ષા નિયામક અમીતભાઇ પારેખ, નાયબ કુલસચિવ ડો. આર.જી.પરમાર, નોડલ ઓફીસર અને બી.કે.મદોી ફાર્મસી કોલેજના આચાર્ય જયંતભાઇ ચાવડા, એમ.બી.એ. ભવનના પ્રો. હિતેશ શુકલા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તેમજ સેલ્ડ ફાઇનાન્સ કોલેજોના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.