IDT એકેડેમીનું મિસ ઇન્ડિયા અર્થ તન્વી વ્યાસ દ્વારા લોકાર્પણ

ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન એન્ડ ટેકનોલોજીની સૌરાષ્ટ્રની પ્રથમ એકેડેમી આધુનીક સુવિધાઓથી સુસજ્જ રાજકોટ તા,11
ફેશન અને ઈન્ટીરિયર ક્ષેત્રેની વધતી જતી માંગને પહોંચી વળવા અને વિદ્યાર્થીઓ પોતાનું ભાવી સુદ્રઢ બનાવી પગભર બની શકે તે આશયે સુરતથી પ્રારંભ થયેલ ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન એન્ડ ટેકનોલોજી (આઈડીટી) ની રાજકોટ શાખાનું અભિનેત્રી અને મીસ ઈન્ડિયા અર્થ તન્વિ વ્યાસ દ્વારા આઈડીટી ના ડિરેટકટર અનુપમ ગોયલ તેમજ રાજકોટના સેન્ટર ડિરેકટર રાજેશ અંતાલાની ઉપસ્થિતીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા 10 વર્ષથી કાર્યરત આઈડીટી એકેડેમી દ્વારા સોરાષ્ટ્રમાં તેનું પ્રથમ રાજકોટ ખાતે શરૂ કરાયું છે. અહિં ફેશન અને ઈન્ટીરીયરના શિક્ષણ માટેની તમામ મોર્ડન સામગ્રી, વૈજ્ઞાનિક ઢબે ડિઝાઈન કરેલ અત્યાધુનિક લેબ, હાઈટેક કોમ્પ્યુટર લેબ, પ્રોજેકટર સાથેનો ઓડિયો વિઝ્યુઅલ રૂમ, ઉત્તમ લાઈબ્રેરી, સીસીટીવિ કેમેરા, વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે સાથે નીફટમાં અભ્યાસ કરી ચૂકેલા અનુંભવી એકસપર્ટ ફેકલ્ટી અને નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે. 200 થી વધુ વિદ્યાર્થીઓ સમાવી શકાય તેવું સેન્ટર સેન્ટ્રલી એસી અને અન્ય સુવિધા સાથે કાર્યરત કરાયું છે.
આ પ્રસંગે આઈડીટી રાજકોટના સેન્ટર હેડ રાજેશ અંતાલાએ જણાવ્યું હતું કે, ‘આજે ફેશનનું ફિલ્ડ ખુબજ વિસ્તર્યું છે. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ફેશન અને ઈન્ટીરીયર ડિઝાઈન ક્ષેત્રે ખુબજ આગળ વધે અને કારકિર્દી ઘડી સારી એવી આવક મેળવી શકે તે માટે આ સેન્ટર રાજકોટમાં કાર્યરત કરવું તે અમારો ધ્યેય હતો.
જ્યારે આઈડીટીના ડિરેકટર અનુપમ ગોયલએ જણાવ્યું હતું કે, ‘અમારું ધ્યેય છે ફેશન એજ્યુકેશન પાયાના લોકો સુધી પહોંચાડવાનું તેમજ નેકસ્ટ જનરેશનના ટેલેન્ટને જન્મ આપી તેની કેરિયર બનાવવી. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં આઈડીટીનું સૌરાષ્ટ્રનું સૌપ્રથમ સેન્ટર ખુલતા આનંદ થાય છે.
અભિનેત્રી અને મીસ ઈન્ડિયા અર્થ તન્વિ વ્યાસ દ્વારા આઈડીટી ના રાજકોટના સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન એન્ડ ટેકનોલોજી (આઈડીટી) દ્વારા ત્રણ વર્ષના ડિપ્લોમાં કોર્સ ફેશન અને ઈન્ટીરિયર ડિઝાઈનમાં લેવાય છે. જેનું સર્ટીફિકેટ સમગ્ર ભારતમાં માન્યતા ધરાવે છે. આ સંસ્થા આઈએસઓ-9000 માન્ય સંસથા છે. આઈડીટી એકમાત્ર એવી સંસ્થા છે જેને ભારત સરકારના મેઇક ઈન ઈન્ડિયા કેમ્પેઈન અંતર્ગત વર્ષ 2015-16 માં ન્યુયોર્ક ફેશન વિકમાં ભાગ લીધો હતેા. જો વિદ્યાર્થીઓ 2 વર્ષનો કોર્સ પૂર્ણ કરેતો તેને ભારત સરકારના સાહસ ‘નીસબડ’ દ્વારા સરકાર માન્ય સર્ટીફીકેટ અપાય છે અને ત્રણ વર્ષ પૂર્ણ થયે આઈઆઈઆઈડી દ્વારા સર્ટીફીકેટ અપાય છે. કોર્સ પૂર્ણ થયે વિદ્યાર્થીઓને નામી કંપનીઓમાં પ્લેસમેન્ટ અપાવવામાં મદદરૂપ બને છે. રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર જીએસપીસી ગેસની બાજુમાં ચોથા માળે આઈડીટી નામે ફેશન અને ઈન્ટીરીયર ડિઝાઈન શીખવા ઈચ્છતા વિદ્યાર્થી માટે સેન્ટર કાર્યરત કરાયું છે. વધુ માહિતી માટે 98244 99212 ઉપર સંપર્ક કરી શકાય છે. આઈડીટીના ઉદઘાટન પ્રસંગે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં મિસ ઈન્ડિયા અર્થ તન્વી વ્યાસ, ડિરેકટર રાજેશ અંતાલા તથા અનુપમ ગોપાલ.