ટીવી, ફેસબુક, ઈન્સ્ટાગ્રામથી પર છે અમારી પર્સનલ લાઇફ: દિવ્યાંકા


મુંબઈ તા,11
દિવ્યાંકા ત્રિપાઠી દહિયાએ ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ વિવેક દહિયા સાથેનો એક વિડિયો અને ફોટો શેર કરતાં તેને ટ્રોલ કરવામાં આવી હતી. જો કે દિવ્યાંકા એનો જડબાતોડ જવાબ આપ્યો હતો. દિવ્યાંકા તેની સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ નું શૂટિંગ કરી રહી હતી. આ શૂટિંગ દરમ્યાન વિવેક તેને સરપ્રાઈઝ આપવા માટે સેટ પર પહોંચી ગયો હતો. આ સરપ્રાઈઝનો વિડિયો અને ત્યારબાદ એક ફોટો દિવ્યાંકાએ શેર કર્યો હતો જેમાં તેઓ બન્ને ખૂબજ પ્રેમમાં દેખાઈ રહયાં છે. આ વિડિયો અને ફોટોને લઈને ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ એવી ચર્ચા કરી રહ્યા છે કે દિવ્યાંકા તેની લાઇફ વિશે વધુ પડતું જણાવી રહી છે તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે શું વિવેક ખરેખર દિવ્યાંકાને પ્રેમ કરે છે. વિવેક તેના ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાંકા સાથેના વધુ ફોટો શેર નથી કરતો એટલે યુઝર્સ એવું માની રહ્યા છે કે તેમની રિલેશનશિપમાં પ્રોબ્લેમ છે અને વિવેક તેને એટલો પ્રેમ નથી કરતો જેટલો દિવ્યાંકા કરે છે. આ ટ્રોલનો જવાબ આપતાં દિવ્યાંકાએ કહ્યું હતું કે ‘આ બધી નકામી વાતો કરવાની જરૂર નથી. અમે ઈન્સ્ટાગ્રામ પર એકબીજા સાથે કેવી રીતે રહીએ છીએ શું એનાથી અમારો પ્રેમ નક્કી થશે? મારા પપ્પાને જન્મદિવસની શુભેચ્છા આપતી પોસ્ટ હું અહીં નથી કરતી એટલે શું હું તેમને પ્રેમ નથી કરતી? અમારા વિશે જ લોકો નકામી વાતો કરી રહયા છે અને સવાલો કરી રહયા છે તેમને હું જણાવી દઉં છું કે ટીવી, ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામથી પર છે અમારી લાઇફ અમારી પર્સનલ લાઈફને અમારે કેવી રીતે રાખવી એનો નિર્ણય અમારા પર છોડી દો અને તમે આ વિડિયો અને ફોટોને એન્જાય કરો.’