‘વીર દી વેડીંગ’ની સિક્વલ બનશે!

મુંબઈ તા,11
વીરે દી વેડિંગ સફળ રહેતાં હવે એની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, સોનમ કપૂર આહુજા, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયાએ કામ કર્યું છે. આ ફિલ્મને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી છે અને એણે સારો બિઝનેસ પણ કર્યો છે.
આ ફિલ્મે છ દિવસમાં પચાસ કરોડનો આંકડો પાર કરતાં ફિલ્મની ટીમે ડિનર કરીને એનું સેલિબ્રેશન કર્યું હતું. આ ડિનર દરમ્યાન ફિલ્મની સીક્વલ વિશે પણ વાતચીત કરવામાં આવી હતી.
રિયા કપૂર અને એકતા કપૂર બન્ને અલગ પ્રકારની ફિલ્મો બનાવે છે, પરંતુ તેઓ બન્ને બધાથી હટકે ફિલ્મ બનાવવા માગે છે અને એથી જ તેમણે વીરે દી વેડિંગ સાથે બનાવી છે. ફિલ્મની સફળતાને લઈને બોલીવુડમાં પણ ઘણા લોકો તેમને સીક્વલ બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, કારણ કે તેમનાં પાત્રોને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કયાર઼્ છે. આ ફિલ્મ જ્યાં પૂરી થઈ હતી એનાં થોડાં વર્ષ બાદ તેમની લાઇફમાં શું ચાલી રહ્યું છે એ વિશે સીક્વલમાં વાત કરવામાં આવશે.
ફિલ્મની સ્ટોરી પર એક વર્ષ સુધી કામ કરવામાં આવશે અને સ્ક્રીપ્ટ ફાઇનલ થયા બાદ તમામ ઍક્ટર્સની તારીખ ફાઇનલ કરવામાં આવશે. રિયા અને એકતા સીક્વલમાં કામ કરવા માટે ખૂબ જ આતુર છે. આ વિશે પૂછતાં ફિલ્મના પ્રવક્તાએ કહ્યું હતું કે આ ફિલ્મ સફળ રહી હોવાથી એની સીક્વલ વિશે ચર્ચા ચાલી રહી છે. જોકે એ વિશે અત્યારે વાત કરવી યોગ્ય નથી.