દીપિકાની હેન્ડ બેગે સૌનું ધ્યાન ખેંચ્યું: કાર જેટલી છે તેની કિંમત!

મુંબઇ: દીપિકાનો ઈન્ડિયન ગેટઅપ ઉનાળાની સીઝન છે અને આજકાલ બોલિવૂડ સ્ટાર્સ પણ દરેક જગ્યાએ સમર કલર્સમાં દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સેલેબ્સના ફેવરિટ રેસ્ટોરાં બાસ્ટિયનમાં ફેમિલી સાથે ડિનર માટે ગઈ હતી અને ઈન્ડિયન ગેટઅપમાં જોવા મળી હતી. સિંપલ અને સુંદર દીપિકાએ પોતાના ફેવરિટ પેસ્ટલ પિંક કલરનો અનારકલી સૂટ પહેર્યો હતો. આ લુકમાં તે સિંપલ અને એલિગન્ટ લાગી રહી હતી. પરંતુ દીપિકાના આ અટાયરમાં તેની બ્લેક હેન્ડબેગે સૌનું ધ્યાન ખેંચ્યુ. આટલી મોંઘી છે કિંમત.. ફેમિલી ડિનર માટે દીપિકા જે બ્લેક હેન્ડ બેગ શાનદાર છે. આ ચેનલ બ્રાન્ડની ડબલએકસએલ બેગ છે, જે હાઈ-એન્ડ પર્સની કેટેગરીમાં આવે છે અને તેની કિંમત લગભગ 3.5 લાખ રુપિયા છે. સાઈઝને કરાણે આ બેગ ટ્રાવેલિંગ દરમિયાન ઉપયોગમાં લેવા માટે પર્ફેક્ટ છે જેમાં એક સાથે ઘણી વસ્તુઓ મુકી શકાય છે. લોકોની ફેવરિટ છે આ બેગ  આ દુનિયાની સૌથી વધારે પસંદ કરવામાં આવતી ડિઝાઈનર બેગ છે. બ્લેક કૈવિયર લેધર અને ગોલ્ડ હાર્ડવેરથી તૈયાર કરવામાં આવેલી આ બેગ રઝિસ્ટન્ટ છે અને તેમાં વોશેબલ મટીરિયલ વાપરવામાં આવ્યું છે.