બોર્ડિંગ સ્કૂલ V/S રેગ્યુલર સ્કૂલ

બોર્ડિંગ સ્કૂલમાં પોતે આત્મનિર્ભર બને છે અને આત્મવિશ્ર્વાસ
વિકસે છે પરંતુ તેના માઇનસ પોઇન્ટને અવગણવા ન જોઇએ ઘરમાં વડીલોના પ્રોટેકટેડ વલણથી કયારેક બાળક પાંગળુ બની જાય છે અને જ્યારે દુનિયાનો સામનો કરવાનું આવે છે ત્યારે તેમાં નિષ્ફળ જાય છે સંતાનોના ભવિષ્ય માટે યોગ્ય સમયે માતાપિતાએ લીધેલ નિર્ણય ખુબ જ મહત્વનો હોય છે. એમાંય જ્યારે સંતાનોના અભ્યાસ અને કારકીર્દીની વાત આવે ત્યારે આ નિર્ણય ખુબ મહત્વનો સાબિત થાય છે. ઘણી વખત સંતાનના સંપૂર્ણ વિકાસ માટે તેને ડે સ્કુલમાં મુકવામાં આવે છે તો ઘણી વખત પોતાના શહેરમાં જે-તે વિષયની અભ્યાસની સુવિધા ન હોય ત્યારે બહારગામ બોર્ડીંગ સ્કુલમાં મુકવામાં આવે છે તો ઘણી વખત માતા-પિતા બાળકને ઘરથી દુર ન મોકલવા માંગતા હોય તેથી પોતાના શહેરમાં જ જે અભ્યાસક્રમ હોય તે જ કરાવે છે આવા સમયે બંને પધ્ધતિના સારા નરસા પાસા છે તે જોઇએ.
પહેલા વાલ કરીને હોસ્ટેલની... શા માટે મુકવું જોઇએ ? કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઇએ ? સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો હોસ્ટેલ યા ડે-સ્કુલમાં બાળકને મુકવું જરૂરી છે ? જે જવાબ હામાં હોય તો બાળકની ઉમર ખાસ જોવી. 7 થી 10 વર્ષની ઉંમરના બાળક માટે ડે-સ્કુલ કે જ્યાં સવારથી સાંજ સુધી રહીને, ભણીને (?) બાળક ઘરે આવે. 1ર થી 1પ વર્ષની ઉંમરમાં હોસ્ટેલ કે જ્યાંથી બાળક રજાઓમાં ઘરે આવે એવી વ્યવસ્થા બાળમાનસની દ્રષ્ટીએ યોગ્ય કહેવાય પરંતુ બેઉ કિસ્સામાં બાળક અંગે ઘરનાં તમામ સભ્યો માનસિક રીતે આ નિર્ણય માટે તૈયાર હોવા જરૂરી છે. બાળક અને ઘરનાં તમામ સભ્યોને એકબીજા માટેનું વળગણ હોવું સ્વાભાવિક છે.
ત્યારે કોઇ પક્ષ ઈમોશનલ ડીસ્ટર્બ થાશે તો તેની અસર બીજા પર પડશે. જો ઘર આંગણે ભણાવવાની વ્યવસ્થા હોય તો અન્ય કોઇ મોટા કારણો ના હોય તો ધો.10 સુધી બાળકને ઘરે જ ભણાવવું જોઇએ. તું બહુ તોફાન કરે છે. જમવામાં બહુ લપ છે તારી, બહુ સામા જવાબો આપે છે. વિગેરે વિગેરે... આવા કારણ આપી બાકળને હોસ્ટેલ કે ડે-સ્કૂલ મોકલવાશે તો બાળક ખુબદને નીગલેકટેડ ફીલ કરશે. ઘેર ના સચવાયો એેટલે હોસ્ટેલ મુક્યો એ ગ્રંથી એના મગજમાં કયાંય જરૂરથી રહેશે. તો આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. બાળકને પોતા માટે લેવાયેલો નિર્ણય એના ભવિષ્ય માટે કેટલો યોગ્ય છે કે ઉપયોગી છે એની સમજણ હોવી કે આપવી જરૂરી છે.
હોસ્ટેલમાં મુકયા પછી બધી જવાબદારી સંચાલકો પર અને આપણે સાવ ‘છુટ્ટા’ આ માનસિકતા પણ બદલાવી પડશે. સમયાંતરે બાળક સાથે વાત-ચીત, મળવું, એના ખંબર-અંતર, એના ત્યાંના મિત્રો, ત્યાંનુ વાતાવરણ, રહેણીકરણી, ભોજન, બાળકના અભ્યાસનો પ્રોગ્રેસ જેવી તમામ બાબતોનું ધ્યાન અને જવાબદારી વાલીઓની પણ એટલી જ છે જેટલી શાળા અને હોસ્ટેલ સંચાલકોની. જો કોઇ કિસ્સામાં બાળક ત્યાં નથી ‘સેટ’ થતું તો શા કારણો છે એ તપાસવા નહી કે બાળક પર જબરદસ્તી કરવી. ધો.12 પછી ઉચ્ચ અભ્યાસ માટે મોકલતી વખતે પણ આ મુદ્દાઓનું ધ્યાન રાખવું. મોબાઇલનો ઉપયોગ વિવેકસરનો, આર્થિક બાબતોમાં કરકસર અને મળેલી આઝાદીનો દુરઉપયોગ ના થાય તેની ખાસ સાવચેતી બેઉ પક્ષોએ રાખવી ખુબજ જરૂરી છે.
અહીં એવો નિર્ણય કે મંતવ્ય ના આપી શકાય કે ઘર સારુ કે હોસ્ટેલ. પરંતુ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે, હંમેશા સત્યની ત્રણ બાજુઓ હોય, એક જે તમે જોયું, બીજુ જે તમને કહેવામાં આવ્યું અને ત્રીજુ અને સૌથી મહત્વનું જે હકીકત હોય સત્ય હોય તો એટલું જ કહેવાનું છે કે હંમેશા હકીકત ને સમજવાની અને જાણવાની કોશીષ કરવી. જોયેલી કે કહેલી વાતોથી નિર્ણય લેવો નહી. બાળક ઘેર હોય કે દૂર એને હંમેશા એ અહેસાસ કરાવો કે તમે દરેક પરિસ્થિતિમાં એની સાથે હંમેશા હશો.
હોસ્ટેલમાં રહેવાથી બાળક જીવનને સુંદર રીતે સમજી શકે છે. ઘરના વાતાવરણમાં હંમેશા એ પ્રોટેક્ટેડ હોય છે. પરંતુ ઘરની બહારની દુનિયાની સાચી સમજ એને ત્યારે જ મળે છે. ઘરની દરેક સુખ-સગવડો મુકીને હોસ્ટેલમાં જે છે એનાથી ચલાવવું, મિત્રો સાથે હળી મળીને રહેવું, અલગઅલગ વ્યક્તિઓ સાથે કેમ વાત ચીત કરવી, કેમ રહેવું એ સમજ કેળવે છે અને એ મિત્રતા જીંદગીભર કામય રહે છે. અને એક અતુટ સંબંધ મળે છે.
કયારેક સારી સંગત ના હોય તો દિશા ભટકી જવાય છે. આવા સમયે બાળકને સાચી સમજણ આપવી અને એવા મિત્ર વર્તુળથી દુર કરવા, બાળકના સતત સંપર્કમાં રહેવું જેના લીધે તેનામાં આવતા આંતરીક કે શારીરીક ફેરફારોની નોંધ લઇ શકાય.