શિક્ષણમાં મોજ અને મોજમાં શિક્ષણ

શિક્ષણ એવું હોવું જોઈએ જ્યાં બાળકની કુતૂહલતા અને જિજ્ઞાસા સંતોષાય તેમજ સર્જનશક્તિ અને મૌલિકતાને મોકળો માર્ગ મળે હવેના દિવસોમાં શાળાએ જતા બાળકોના ઘરમાં ‘બેટા ઝડપથી તૈયાર થઇ જા’, ‘મોડું થઇ જશે’, ‘જલ્દી કર દીકરા, તારી બસ/રીક્ષાનો ટાઇમ થઇ ગયો છે’ આવી બુમો સંભળાશે અને બાળકો જાણે કે કોઇ એમના માથા પર બંદૂક મૂકીને કામ કરાવતું હોય એમ મને-કમને શાળાએ જવા માટે તૈયાર થશે. મા-બાપ તથા ઘરના અન્ય સભ્યો એને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવાના તમામ પ્રયત્નો કરશે. ‘તને ત્યાં બહુ મજા આવશે.’ ‘બધા મિત્રો મળશે’, ‘તું સ્કૂલે જઇશ તો ભવિષ્યમાં મોટો માણસ બનીશ’ વગેરે જેવા પ્રોત્સાહક વાક્યોનો ઉપયોગ કરી તેના ઉદાસ મન અને ચહેરામાં પ્રાણ ફુંકવાનો પ્રયત્ન કરશે.
પરંતુ અહીં સવાલાખનો પ્રશ્ર્ન એ છે કે શા માટે બાળકોને શાળાએ જવું નથી, ગમતું? શા માટે શાળાએ જતા પહેલા એમને ‘મોટીવેશનલ સેશન’ની જરૂર પડે છે? આવો સવાલ આપણે કોઇને પૂછીએ તો તરત જવાબ મળે, ‘એ તો બાળકોનું એવું જ હોય. એને તો ના જ ગમે’, ‘થોડો સમય એને એવું લાગે પછી ધીમે-ધીમે ‘સેટ’ થઇ જાય.’ આવા પાયાવિહોણા જવાબોથી ચર્ચા કદાચ ત્યાંજ પૂરી થઇ જાય પરંતુ વિચારવાની વાત એ છે કે શું આમા બાળકોનો દોષ છે? ખુલ્લા મનથી વિચાર કરીએ તો બાળકોના શાળા પ્રત્યેના આ નિરૂત્સાહ માટે બાળકો આપણી શિક્ષણ પધ્ધતિ કદાચ વધારે જવાબદાર છે.
બાળકને મજા પડે એવી
શિક્ષણ પદ્ધતિ વિકસાવવામાં આપણે કદાચ નિષ્ફળ ગયા છીએ. આપણે એવું વાતાવરણ નથી ઉભુ કરી શકયા જયાં બાળકની કુતૂહલતા અને જિજ્ઞાસા સંતોષવા અને જયાં તેની સર્જનશીલતા અને મૌલીકતાને મોકળો માર્ગ મળે.
‘પહલે એક આસમાન પૈદા કર,
ફિર પગમેં ઉડાન પૈદા કર,’
શિક્ષણનું કામ છે આ આસમાન મુકત વાતાવરણ પેદા કરવાનું બાળકના રસ-રૂચિને, વૃતિ-અભિવૃતિને ખોળવાનું-ખોલવાનું, તોષવાનું-પોષવાનું, માંજવાનું-નવાજવાનું પરંતુ આજનુ શિક્ષણ માણસો નહી સ્પર્ધકો પેદા કરતુ હોય એવું લાગે છે સામેની વ્યકિત એટલે જાણે પ્રતિસ્પર્ધી! ‘તારે એનાથી વધારે ટીકા લાવવાના છે.’, ‘મારૂ બાળક સૌથી આગળ જ હોવુ જોઈએ.’તેવી મા-બાપની તલપ અને આકાંક્ષા તથા આવી અતાર્કિક હરીફાઈને પ્રોત્સાહન આપતી પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલીને કારણે તમામ બંધનોમાંથી મૂકિત આપનાર મુકતશીલા શિક્ષણ પોતે જ જાણે બંધાયેલું છે.
શું આપણે એવી શિક્ષણ પ્રણાલી ન વિકસાવી શકીએ જયાં બાળક માટે શિક્ષણ એક આનંદ યાત્રા બની રહે? જો આપણે એવું કહેતા હોઈએ કે શિક્ષણ
જ સમાજની આધારશીલા છે તો આ આધારશીલાને ટકાવી રાખવા પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલીમાં અને શિક્ષણ પ્રત્યેના વલણમાં જળમુળથી પરિવર્તન આવે તે ખુબ જરૂરી છે. ગુજરાતના એક ખૂબ આદરણીય લેખક, સાહિત્યકાર તથા કેળવણીકાર મનુભાઈ પંચોળી (દર્શક) બાળ કેળવણીને નવિશ્ર્વ શાંતિની ગુરૂકિલ્લી (દર્શક દ્વારા લખાયેલ એક ખુબ સુંદર પુસ્તક) કહેલી તેઓ દ્રઢપણે માનતા હતા કે પવિશ્ર્વશાંતિથી કે ડંખ વગરનો માનવીએ કેળવણીથી જન્મી શકે, પ્લેટોએ પણ ખુબ સુંદર વાત કરેલી, નજયાં વ્યવસ્થિત અને વધારે કેળવણી હોય ત્યાં લશ્કર અને જેલ ઓછા હોય. પરંતુ આજે પરિસ્થિતિ તદન નિપરિત છે.
જો આપણે વિશ્ર્વ શાંતિ સ્થાપવી હોય તો શિક્ષણ બાળક માટે એક બોજ નહી પણ મોજ બને એવી વ્યવસ્થા ગોઠવવી પડશે. જેમાં જળમૂળથી પરિવર્તન આવે અને તે આપણા બાળકો માટે એક સુખદ અનુભવ બને તે જરૂરી છે
શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તનની જરૂરીયાત સમજાવતા આના ઘણા લેખો લખાઈ ચુકયા છે, લખાઈ રહ્યા છે અને લખાતા રહેશે પરંતુ હવે જરૂર છે આ દિશામાં કાર્ય કરવાની જયાં સુધી આપણા વિચારો આપણા કાર્યોમાં રૂપાંતરિત નહી થાય ત્યાં સુધી એ બધા વિચારો નિરર્થક છે આ કાર્ય કરવા માટે સમગ્ર સમાજે અને ખાસ કરીને આજના શિક્ષકોએ જાગવું પડશે. સમાજ, સરકારે શિક્ષણ પદ્ધતિ પ્રત્યે ફરિયાદ અથવા રોષ વ્યકત કરવાને બદલે શિક્ષણનો ખરો હેતુ સમજી એને પામવા માટે એક નવી કેફી કંડારવી પડશે. સમાજનો એક જાગૃત નાગરીકની જેમ સમાજનો એક જાગૃત શિક્ષક તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવી પડશે બેટા, ઝડપથી તૈયાર થઈ જા, મોડું થઈ જશે. આના બદલે મમ્મી, જલ્દી કર, મારે સ્કુલે જવાનું મોડુ થાય છે. એવું સંભળાય ત્યારે સમજવુંય કે આપણે સાચા માર્ગ પર છીએ ત્યાં સુધી. The Wood, are lovely,
dark and deep
End I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep,
- Robert Frost
(Stopping by Woods an a snowy evening)