વિવિધ પ્રકારે ઉપયોગી... વિવિધ પ્રવૃત્તિઓ


નવમા ધોરણ સુધી વિદ્યાર્થી પોતાને રસ પડે તેવું ક્રિકેટ, સ્કેટિંગ, સ્વિમિંગ, મ્યુઝિક આર્ટ વગેરે કરતા હોય છે. આ બધા દ્વારા સર્વાંગી વિકાસ થાય છે જેની અસર અભ્યાસ પર પણ સકારાત્મક પડે છે. જુદી જુદી પ્રવૃત્તિ કરતા જનરલ નોલેજ નો પણ વિકાસ થાય છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થાય છે. આ ઉપરાંત ઘણી વખત વિદેશમાં અભ્યાસ કરવા જતી વખતે આવા સર્ટિફિકેટ ઉપયોગી થાય છે. આ પ્રવૃત્તિ દ્વારા મન આનંદમાં રહે છે તેથી અભ્યાસ પણ વધુ સારી રીતે કરી શકાય છે સંગીત ચિત્રકલા નૃત્ય વગેરે માઇન્ડને ફ્રેશ કરી શાંતિ આપે છે તેથી મગજ વધારે અસરકારક રીતે કાર્ય કરે છે.