અનિલ કપૂરની ડિસિપ્લિન પર દબંગ સ્ટાર સલમાન ઓળઘોળ

અનિલે પોતાના કામથી સાબિત કર્યું છે કે તે નેકસ્ટ અમિતાભ છે : સલમાન
મુંબઈ તા,9
બોલિવુડ એક્ટર સલમાન ખાને કહ્યું કે, સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની કોઈ જગ્યા લઈ શકે તો તે અનિલ કપૂર છે. અનિલ જે રીતે ઘણાં વર્ષોથી કામ કરે છે તેનાથી તેમણે સાબિત કરી દીધું છે કે તે ઈન્ડસ્ટ્રીના નેક્સ્ટ અમિતાભ બચ્ચન છે. કમાણીના મામલે આજે પણ અનિલ જેટલા રૂપિયા કમાય છે તેટલા આજના યંગ સુપરસ્ટાર પણ નથી કમાતા. અનિલ દરરોજ કામ કરે છે. રેસ-3ના પ્રમોશનલ ઈન્ટરવ્યૂ દરમિયાન વાતચીતમાં સલમાને અનિલ કપૂરના વખાણ કરતાં કહ્યું કે, સામાન્ય રીતે જે આદર્શ હીરો હોય છે અનિલ તેનાથી એકદમ અલગ છે. અનિલ બોલિવુડમાં પોતાના કરિયરની શરૂઆતથી સતત દરરોજ કામ કરી રહ્યા છે. આટલી મહેનત અને ઈમાનદારીથી કામ કરવું ત્યારે જ શક્ય બને જ્યારે તમારી લાઈફ શિસ્તબદ્ધ હોય. અનિલ ખૂબ ડિસિપ્લિન્ડ છે અને કામ પ્રત્યેની તેમની રૂચિ ક્યારેય ઘટી નથી. સલમાને કહ્યું કે, અનિલ પાસેથી શીખવા મળે છે કે જો તમે તમારા કામને પ્રેમ કરો છો તો કદી તેનાથી દૂર નથી જઈ શકતા.
અનિલ કોઈપણ પ્રકારના રોલ કરે છે. પછી તે પિતાના હોય કે દાદાનો તેને બસ પાત્ર પસંદ આવવું જોઈએ. મારી સાથે નો એન્ટ્રી તે હીરોની ભૂમિકામાં હોય છે. દરેક પાત્રને અનિલ પૂરતો ન્યાય આપે છે. ક્યારેક તે સફેદ દાઢીમાં તો ક્યારેક કાળી દાઢીમાં જોવા મળે છે. પોતાના લૂક સાથે તે પ્રયોગ કરતા રહે છે. કોઈ રોલને લઈને અનિલ નખરા નથી કરતાં. સલમાન કહે છે કે, અનિલ સિવાય આજકાલ જેકી શ્રોફ અને સંજય દત્ત પણ આ રીતે કામ કરી રહ્યા છે. બંને પિતાના રોલ નિભાવે છે. 25-30 વર્ષ પછી તો મારે પણ પિતાના રોલ કરવા પડશે.