ભાવનગરનાં મેયર માનભા મોરી

ડે.મેયર પદે અશોક બારૈયા, સ્ટે. ચેરમેન પદે યુવરાજસિંહ ગોહિલની વરણી ભાવનગર તા.14
ભાવનગર મહાનગરપાલીકાનાં મેયર તરીકે મનભા મોરી, ડે.મેયર પદે અશોક બારૈયા, સ્ટે. કમીટીનાં ચેરમેનપદે યુવરાજસિંહ ગોહિલ, શાસક પક્ષનાં નેતા તરીકે પરેશ પંડયા અને દંડક તરીકે જલ્વીકાબેન ગોંડલીયાની વરણી થઇ છે.
ભાવનગર મહાનગરપાલીકાનાં મેયર, ચેરમેન સહિતનાં હોદ્દેદારોની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આજે મહાનગરપાલીકાની ખાસ બેઠક મળી હતી. જેમાં મેયર, ડે.મેયરની વરણી થઇ હતી. સવારે 11 વાગ્યે મહાપાલીકાની બેઠક શરૂ થાય તે પૂર્વે ભાજપ સંકલનની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ તરફ આવેલ બંધ કરવ ખોલવામાં આવેલ અને નવા પદાધિકારીનાં નામની જાહેરાત થઇ હતી. જેમાં મેયર તરીકે મનભા મોરીની, ડે. મેયર તરીકે અશોકભાઇ બારૈયાની, સ્ટે. કમીટીનાં ચેરમેન પદે યુવરાજસિંહ ગોહિલની તેમજ શાસક પક્ષનાં નેતા તરીકે પરેશ પંડયાની અને દંડક તરીકે જલ્વીકાબેન ગોંડલીયાની પક્ષ દ્વારા વરણી કરવામાં આવી હતી.
નવા મેયર તરીકે પસંદ પામેલા મનભા મોરી હાલમાં ડે. મેયર તરીકે ફરજ બજાવતા હતા. આમ ભાજપે ડે. મેયરમાંથી મનભા મોરીને મેયર બનાવ્યા છે. નવા વરાયેલા પદાધિકારીઓને શહેર પ્રમુખ સનતભાઇ મોદી તથા મેયર સહિતનાં ભાજપનાં કોર્પોરેટરો આગેવાનોએ અભિનંદન પાઠવેલ છે. ભાવનગરનાં મેયરપદે માનભા મોરી, ડે.મેયરપદે અશોકભાઈ બારૈયા, ચેરમેનપદે યુવરાજસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતાપદે પરેશ પંડ્યા અને દંડક તરીકે જલ્પાબેન ગોંડલીયાની પસંદગી થઈ છે.             (તસવીર: વિપુલ હિરાણી)