રિટાયરમેન્ટ 62ની 15 ઓગસ્ટે સૌગાદ

મિશન-2019 । 7મા પગાર પંચથી પણ મોટા વેતન પંચની જાહેરાતની સંભાવના: 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મીઓને એક જ ઝાટકે મોદી સરકાર આપશે તગડો ફાયદો   નવીદિલ્હી તા,14
નરેન્દ્ર મોદી સરકારે પોતાના 4 વર્ષના કાર્યકાળમાં સરકારી કર્મચારીઓને 5 અલગ અલગ ભેટ આપી છે. પરંતુ સૌથી મોટી ઓફરનો ફુગ્ગો ચૂંટણી વર્ષ 2019માં એટલે કે બરાબર ચૂંટણી અગાઉ ફૂટવાનો છે. કેન્દ્રમાં સત્તાધારી ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર આ વખતે 15 ઓગસ્ટ 2018ના રોજ બે મોટી જાહેરાત કરી શકે છે. લાલકિલ્લાની પ્રાચિર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7માં પગાર પંચથી મોટા વેતન પંચની ભલામણો સ્વીકારી શકે છે. એવી પણ આશા છે કે તેઓ રિટાયરમેન્ટની ઉંમર વધારીને 62 વર્ષ કરી નાખે. તેનો ફાયદો લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને થશે. રાજકીય પંડિતો માને છે કે આ ટ્રમ્પ કાર્ડને મોદી સરકારે હજુ બચાવી રાખ્યું છે. આ જાહેરાતની સીધી અસર વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પર પડશે. જેને જીતવા માટે ભાજપ ભરપૂર પ્રયત્ન કરી રહ્યો છે.
જાન્યુઆરી 2016માં કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં 14 ટકાનો વધારો થયો હતો. જો કે કર્મચારીઓ આ વધારાથી ખુશ નહતાં. કારણ કે કોસ્ટ ઓફ લિવિંગ અને વધતી મોંઘવારીથી આ વધારો ઊંટના મોઢામાં જીરા જેવો હતો.
સરકારી કર્મચારીઓએ સરકાર પાસે માંગણી કરી હતી કે ન્યૂનતમ વેતન અને ફિટમેન્ટ ફેક્ટરને વધારવામાં આવે. આ વધારો 7માં વેતન પંચની ભલામણોથી અલગ કરવો જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારે આ માગણી નકારી નાખી. જો કે મોદી સરકારે કર્મચારીઓના હિતોમાં અનેક પગલાં લીધા છે.
ગ્રામીણ અંચલમાં તહેનાત પોસ્ટલ કર્મચારીઓના વેતનમાં વધારાથી લઈને ડેપ્યુટેશન પર જનારા કર્મચારીઓના ભથ્થામાં વધારા સામેલ છે. આ બધુ 7માં વેતન પંચની ભલામણોના આધારે થયું હતું. પરંતુ આ હિતકારી ઉપાયોથી સરકારી કર્મચારીઓ હજુ સંતુષ્ટ નથી. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ સરકારે અત્યાર સુધી 50 લાખ કર્મચારીઓનો ન્યૂનતમ પગાર વધાર્યો નથી. પરંતુ ગ્રામીણ અંચલમાં તહેનાત કર્મચારીઓના પગારમાં 56 ટકા સુધીનો વધારો કર્યો છે.
જૂનની શરૂઆતમાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે ગામડાઓમાં તહેનાત પાર્ટ ટાઈમ પોસ્ટલ સર્વિસ સ્ટાફના વેતનમાં 56 ટકાના વધારાની જાહેરાત કરી હતી. તેમને 1 જાન્યુઆરી, 2016થી એરિયર મળશે. 2016માં કેન્દ્ર સરકારે ડેપ્યુટેશન પર જનારા અધિકારીઓના ભથ્થા 2000 રૂપિયાથી વધારીને 4500 રૂપિયા કર્યુ હતું. કાર્મિક વિભાગે કહ્યું હતું કે જે કર્મચારીઓ પોતાના સેક્ટરમાં તહેનાત છે તેમના કુલ વેતનના ભથ્થામાં 5 ટકાનો વધારો કરાયો છે, એટલેકે તે વધીને અધિકતમ 4500 રૂપિયા પ્રતિ માસ સુધી પહોંચી જશે. બીજી બાજુ જે લોકો પોતાના વિભાગથી અલગ ડેપ્યુટેશન પર છે તેમના ભથ્થા 10 ટકા વધારાના આધાર પર અધિકતમ 9000 રૂપિયા પ્રતિ માસ સુધી પહોંચી જશે.