મુખ્યમંત્રીના રાજીનામાની વાત માત્ર અફવા: નીતિન પટેલ

રાજકોટ તા. 14
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધાના ‘પાસ’ના ક્ધવીનર હાર્દિક પટેલના નિવેદન અંગે તાત્કાલીક પ્રત્યાઘાત આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું
હતું કે મુખ્યમંત્રીના રાજીનામાની વાત માત્ર અફવાઓ છે. એથી વિશેષ કાંઈ છે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયામાં પણ મુખ્યમંત્રીનું રાજીનામું માગી લેવામાં આવ્યું હોવાનાં અહેવાલો ફરી રહ્યા છે. તે અંગે હજુ આજે સવારે જ ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાએ રદિયો આપ્યો હતો ત્યાં આજે રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા આવેલા ‘પાસ’ના ક્ધવીનર હાર્દિક પટેલે મુખ્યમંત્રીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હોવાનો દાવો કરતા રાજકારણ ગરમાયુ છે.
પરંતુ ફરી એક વખત નાયબ મુખ્યમંત્રીએ રાજીનામાની વાતોનું ખંડન કરી આવી કોઈ વાત નહીં હોવાનું જાહેર કર્યું છે.