પ્રશંસા । પ્રેરક કથા

વિનોબા ભાવેનું નામ આપણા બધા માટે જાણીતું છે.તેઓ મોટા વિચારક અને ચિંતક હતા.તેમને કોઈ પત્ર લખે તો વિનોબાભાવે તે પત્રોને હંમેશાં સંભાળીને રાખતા હતા અને તે બધાનો તે યોગ્ય ઉત્તર પણ હંમેશાં આપતાં હતા. એક દિવસ તેમની પાસે ગાંધીજી નો પત્ર આવ્યો, તો તેમણે તે પત્રને વાંચી અને ફાડી નાખ્યો. તેમની નજીકમાં જ કમલનયન બજાજ બેઠા હતા. તેમને આ જોઈને આશ્ચર્ય થયું કે બધા પત્રો સાચવી રાખનારા વિનોબાભાવેએ આ પત્ર કેમ ફાડી નાખ્યો હશે?કોનો હશે આ પત્ર? શુ લખ્યું હશે આ પત્રમાં? તે તેમની જિજ્ઞાસા ને દબાવી ન શક્યા અને તેમણે તે ફાટેલાં ટુકડાઓ ને સાથે રાખી જોડી ને વાંચ્યું તો તે પત્ર વિનોબાજી ની પ્રસંશાથી ભરેલો હતો. તેમાં લખ્યું હતું -તમારા જેવો મહાન -ઉચ્ચ આત્મા મેં ક્યાંય જોયો નથી.આ વાંચીને તેઓ દંગ થઈ ગયા.અને થયું કે આ પત્ર તેમણે કેમ ફાડી નાખ્યો હશે? તેનાથી રહેવાયું નહીં. બજાજજીએએ પૂછ્યું, તમે આ પત્ર ફાડી કેમ દીધો - નાખ્યો ? સાચી વાત તો લખી છે તેમાં. આ તો સંભાળી ને રાખવો જોઈએ. હસતાં હસતાં વિનોબાજી એ જવાબ આપ્યો, આ પત્ર મારા માટે નકામો - બેકાર છે, તેથી મેં તેને ફાડી નાખ્યો. પૂજ્ય બાપુએ પોતાની વિશાળ દ્રષ્ટિથી જે રીતે મને જોયો, આ પત્રમાં તે લખી આપ્યું છે, પણ મારા દોષોની ક્યાં તેમને ખબર છે ?મને તો આત્મ પ્રસંશા બિલકુલ પસંદ નથી.
કોઈ મારા દોષ - ભૂલ બતાવે, તો હું બરોબર તેનું ધ્યાન રાખીશ.બજાજજી તો જોતા જ રહી ગયા.તેણે મનોમન આ મહાન આત્માને વંદન કર્યા.