અમરેલી જિલ્લામાં નીલગાય અને ભૂંડના ત્રાસથી ખેડૂતો પરેશાન

મહેનત કરીને તૈયાર કરેલ પાકને ખૂંદી નાખે છે, ખેડૂતોની સરકારમા રજૂઆત
અમરેલી તા,14
ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વીરાણીએ રાજય સરકારને નીલગાયની સમસ્યાથી મુકત કરાવવા માંગ કરી છે. તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, દુબળા ને બે જેઠ મહિના હોઈ એવી કાઠિયાવાડમાં કહેવત છે જે ખરેખર મારા જેવા અસંખ્ય ખેડૂતો સરકારની સિસ્ટમનો ભોગ બન્યા છે. ગુજરાતના અમરેલી જિલ્લામાં રોજ અને ભૂંડનો એટલો બધો ત્રાસ છે કે ખેડૂત પોતાની વ્યથા કોઈને કહી શકતો નથી અને ખેડૂત જો પોતાના જીવને બચાવવા અને પોતાનાને આત્મહત્યા કરવાનો કોઈ વારો ન આવે એટલા માટે કોઈ હકારાત્મક પગલાં લેશે તો વનવિભાગવાળા અને સરકાર બન્ને થઈને ખેડૂતોને જીવવા દેતા નથી. એક બાજુ રોજડા અને બીજી બાજુ રોજડા સરકારના પાલતું વનવિભાગની વચ્ચે આજ ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો રહેતો જ નથી. આ ર0 વીઘાના મલેશિયમ નિમ ગયા વર્ષે રોપણી કરી હતી જે પહેલી વખત પીજીવીસીએલનાં ધાંધીયાના હિસાબે બળીને ખાખ થઈ ગયા.ત્યારબાદ ફરી વખત પ હજાર રોપની રોપણી કરી રહૃાા ત્યાં સરકારે જીજીઆરસીમાં જીએસટી નાખ્યું. એટલે કંપનીવાળાઓએ ડીપ આપી નહી અને બીજી વખત પ હજાર રોપની પથારી ફરી ગઈ અને હિંમત હાર્યા વગર ત્રીજી વખત રોપણી કરી અને રાત-દિવસ એક કરીને જેમ છોકરાની માવજત કરીએ એમ માવત કરીને ઉછેર કર્યો. ત્યાં આ છેલ્લા પંદર દિવસમાં રોજડાના 40-પ0 નાં ટોળા રૂપી બગીચામાં ધનોત પનોત કરીને મલેશિયમ નિમની પથારી ફેરવી નાખી છે. આ રોજડાનું શું કરવું ?, શું આ નુકશાની કોઈ વનવિભાગ અથવા સરકાર ભોગવવા તૈયાર થશે ?, ખેડૂત કોઈ વન્યપ્રાણીને મારે છે તો વનવિભાગ અને સરકાર બન્ને ખેડૂતોને ઢોર માર મારીને ઉપરથી રિમાન્ડ પણ મંજુર કરાવે છે તો આ વન્યપ્રાણીએ મને આત્મહત્યા કરવા મજબુર કર્યો છે તો શું પરિવારની તમામ જવાબદારી સરકાર ઉપાડવા તૈયાર થશે ?, શું સરકાર આ 1પ હજાર રોપાની કિંમત ખેડૂતોને આપશે ?, બસ હવે તો સરકારને પોતાના રાજના રત્નો રાખવા હોય તો પોતાના વિસ્તાર એવા વિધાનસભામાં રાખે અહીયા અમારા ખેતરમાં આવીને અમારા પાકનો નાશ કરશે તો તેનો પણ વિનાશ થઈ જશે.