જૂનાગઢમાં ધુપછાંવના માહોલ વચ્ચે કેટલાક વિસ્તારમાં બંધ

પવનની ગતિ તથા વધુ ભેજથી જનતા પરેશાન
જૂનાગઢ તા.14
જૂનાગઢમાં મેઘો પધારી રહી હોય તેવી છડી પોકરતા અમી છાંટણા આજે શહેરના કાળવા ચોક, ટીંબાવાડી સહિતના વિસ્તારમાં થયા હતા. હાલમાં શહેરમાં કભી ધુપ કભી છાંવ તડકા અને વાદળીયો ખેલ ખેલાય રહ્યો છે. પવનની ગતિ વધુ છે તથા ભેજનું પ્રમાણ પણ ઉંચુ નોંધાયું છે.
બે દિવસ પહેલા રાત્રીના સમયે દોલતપરા સહિતના વિસ્તારમાં પડેલા રેડા બાદ આજે સવારમાં મેહુલીઓ દસ્તક દેતો હોય તેમ કાળવા ચોક, ટીંબાવાડી વિસ્તારમાં અમી છાંટણા થયો હતો અને મનપાના સફાઇ કામદારોએ વ્યવસ્થિત સફાઇ ન કરતા ઉડતી ધુળ અને રજ વરસાદના કારણે ઉડતી બંધ થઇ હતી. હાલમાં શહેરમાં ભેજવાળા પવનની ગતિ તીવ્ર છે તથા કયારેક આછેરી તડકી અને કયારેક વાદળીયું વાતાવરણની સંતાકુકડી જોવા મળી રહી છે. જો કે બફારો પણ જૂનાગઢવાસીઓ એટલાં જ પ્રમાણમાં અનુભવી રહ્યો છે.