જુનાગઢ મનપાની એક સીટ માટે 8મીએ પેટા ચૂંટણી યોજાશે


18મી જૂને સંભવત: જાહેરનામું પ્રસિદ્ધ થશે જુનાગઢ, તા. 14
જુનાગઢના પૂર્વ મેયર જીતુભાઈ હીરપરાના આકસ્મીક નિધન બાદ જુનાગઢ મનપાના વોર્ડ નં.15ની એક બેઠક ખાલી પડતા આગામી તા.8 જુલાઈના પેટા ચુંટણી યોજાશે. આ બેઠકની જાહેરાત થતા આ બેઠક જીવતા માટે બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે.
આગામી 8 જુલાઈના રોજ યોજાઈ રહેલ મનપાના વોર્ડ નં.15 ની પેટા ચૂંટણી માટે જાહેરનામું તા.18 જુનના રોજ પ્રસિદ્ધ થશે અને 23 જુન સુધીમાં ઉમેદવારી સ્વીકારાશે. તા.25 જુનના રોજ ફોર્મની ચકાસણી થશે અને 26 જુનના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. અને તા.10ના રોજ પરિણામ જાહેર થશે.હાલમાં આ બેઠક ભાજપ માટે સીકયારે ગણાતી હતી પરંતુ પૂર્વ મેયર હીરપરાના નીધન બાદ મતદારો શું વલણ અપનાવે છે તેમ પરિણામ બાદ સ્પષ્ટ થશે.