આજની પ્રાર્થના

પ્રભુ ! બધું તારે જ કરવું પડશે
પણ ઓ જગન્નાથ !
હિંમતનો અભાવ લાગતો હોય તો તું હિંમત પૂરી પાડ
નક્કર શ્રધ્ધા ન હોય તું તેને લાવી આપ.
સમ્યક્જ્ઞાન ન હોય તો તું મને સાચું જ્ઞાન દે.
ભાવ ચારિત્ર ગેરહાજર હોય તો તું તેને હાજર કર.
સાત્વિક સાધનામાં મારી ત્રુટી હોય તો તું તેને દુર કર.
સ્વાર્થવૃતિ અવરોધક હોય તો તું તેને હટાવ.
વિષય-કષાય ઉગ્ર હોય તો તું તેને મંદ બનાવ.
યોગ્યતા ન હોય તો તું મારામાં યોગ્યતા લાવ.
પરિપકવતા ન હોય તો તું પરિપકવતા પ્રગટાવ.
બસ, તારે જે કાંઇ કરવું હોય - કરવા જેવું હોય
તો તું એવું કર કે જેથી
તને જોવાની-મળવાની-મેળવવાની-
પરિણમાવવાની મારી ઉત્કંઠા પૂર્ણ થાય. - પૂજ્ય યશોવિજયસૂરિશ્ર્વરજી મહારાજ (ક્રમશ:)