ટ્રમ્પને મળવા માટે સિંગાપોર પહોંચી ગયો આ ભારતીય!

સિંગાપોર, તા.14
મલેશિયા નિવાસી ભારતીય મૂળનો એક વ્યક્તિ મહારાજ મોહન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે સિંગાપોર પહોંચી ગયો.
આટલું જ નહીં તેણે ટ્રમ્પ સાથે મુલાકાતની ઉમ્મીદમાં તે જ શંગ્રીલા હોટલમાં રૂમ લીધો જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ રોકાયા હતા.
હોટલના રૂમ માટે તેણે એક રાતનું 573 ડોલર (અંદાજિત 38,600 રૂપિયા)નું ભાડું પણ ચૂકવ્યું.
પોતાના પિતાની ક્ધસલ્ટેન્સી એન્ડ ટ્રેનિંગ ફર્મમાં ક્ધસલ્ટેન્ટ મોહન રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઓટોગ્રાફની ઉમ્મીદમાં સોમવારે પાંચ કલાક સુધી હોટલની લોબીમાં ઊભો રહ્યો.
આ બાદ ટ્રમ્પની ગતિવિધિઓને જોવા માટે મંગળવારે સવારે 6.30 વાગે હોટલની લોબીમાં પહોંચી ગયો, પરંતુ લગભગ સવારે આઠ વાગ્યે તે ટ્રમ્પની એકમાત્ર જલક જ જોઈ શક્યો અને સેન્ટોસા દ્વીપ પર કિમ જોંગ ઉન
સાથે બેઠક માટે હોટલથી રવાના થઈ રહ્યા હતા.
મોહને કહ્યું કે, બધા લોકોએ મને કહ્યું હતું કે ઝીરો ચાન્સ છે, રાષ્ટ્રપતિના 20 કિમીના પરિઘમાં પણ એક ટકા ચાન્સ છે પણ કોણ જાણે છે? ક્યારેક ક્યારેક અસંભવ પણ સંભવ થઈ જાય છે. એક રાત માટે 573 ડોલર ખર્ચ કરવાના સવાલ પર મોહને કહ્યું કે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે આ કોઈ મોટી રકમ નથી.