પ્લેનના ટોઈલેટ સાફ કરતા હતા, આજે છે એરલાઈન્સના માલિક

લંડન, તા.14
બ્રિટનની એક વ્યક્તિએ સફળતાનો નવો અધ્યાય લખ્યો છે. એક સમયે પ્લેનના ટોઈલેટ સાફ કરતો હતો, હવે તે પોતાની એરલાઈન્સ લોન્ચ કરવા જઈ રહ્યો છે.
લંડનમાં રહેતી આ વ્યક્તિનું નામ છે કાઝી રહમાન. તે પોતાને હલાલ રિચર્ડ બ્રેન્સન નામે ઓળખાવે છે.
કાઝી રહમાનની એરલાઈન્સનું નામ છે ફિરનાસ એરવેઝ (ઋશક્ષિફત
અશિૂફુત). પોતાની પહેલી ઉડાન સાથે ફિરનાસ એરવેઝ શરિયત કાયદા પર ચાલનારી બ્રિટનની પહેલી એરલાઈન્સ છે. તેનો અર્થ એ છે કે, આ એરલાઈન્સમાં તમને ઈસ્લામના કાયદા પ્રમાણેની સુવિધાઓ મળશે. એટલે કે, આ એરલાઈન્સમાં દારૂનું સેવન નહીં કરી શકાય.
બાંગ્લાદેશી મૂળના કાઝી રહમાનના જીવન પર ચેનલ 4એ એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી છે.
કાઝીનો પ્લાન ભવિષ્યમાં બ્રિટનથી યુએઈ, પાકિસ્તાન, બાંગ્લાદેશ માટે સર્વિસ આપવાની છે.
સાથે જ એરલાઈન્સમાં તમને હિજાબ પહેરેલી એરહોસ્ટેસ જોવા મળશે.
32 વર્ષના કાઝી રહમાન એક બાળકના પિતા છે. તે પોતાના પરિવાર સાથે 11 વર્ષની ઉંમરે 1997માં બ્રિટન આવ્યા હતા.
તેમણે સ્કૂલિંગ કર્યા બાદ લંડન સિટી એરપોર્ટ પર ટોઈલેટ ક્લિનર તરીકે કામ શરૂ કર્યું હતું.
તેમણે પોતાની ડોક્યુમેન્ટરીમાં જણાવ્યું કે, તે શરૂઆતથી જ ઊંચા વિચારો રાખનારા વ્યક્તિ છે. એ જોબ દરમિયાન પણ તેઓ સૂટ પહેરીને કામ પર જતા હતા.
કાઝી રહમાનની સફળતા તેમના પરફ્યૂમના બિઝનેસ સુન્નામસ્કથી શરૂ થઈ. જોકે, છેલ્લા 2 વર્ષમાં તેમણે પોતાનું બધું જ ધ્યાન એરલાઈન્સ ખોલવામાં લગાવી દીધું હતું.
હાલમાં ફિરનાસ એરવેઝ પોતાના 19 સીટર પ્લેનને ભાડે આપવાના પ્રયાસમાં લાગેલી છે. કાઝીના કહેવા મુજબ, ટૂંક સમયમાં જ ફિરનાસની પહેલી ઉડાનની તૈયારી થઈ રહી છે.