રાજુલાના માંડણ ગામે મૈત્રી કરારના મુદ્દે આધેડ ઉપર પાંચ શખ્સોનો હુમલો

અમરેલી તા,14
રાજુલા તાલુકાનાં માંડણ ગામે રહેતાં અને મજુરીકામ કરતાં વાલજીભાઈ આતુભાઈ વાળા નામનાં પ6 વર્ષિય આધેડનાં દિકરાએ તે જ ગામે રહેતાં સોમાભાઈ રાજાભાઈ રાઠોડનાં કુટુંબી ભાઈની દીકરી સાથે મૈત્રી કરાર કરેલ હોય, જે વાતનું મનદુ:ખ રાખી ગત તા.10 નાં રોજ વહેલી સવારે પ્રેમજીભાઈ સોમાભાઈ રાઠોડ, સોમાભાઈ રાજાભાઈ રાઠોડ વિગેરે પ ઈસમોએ લોખંડના પાઈપ, ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી તથા પ્રકાશભાઈ ગોવિંદભાઈ પાછળથી આવી આ આધેડનાં ખીસ્સામાંથી રોકડા રૂા.ર900 કાઢી લીધા હતા અને ઝપાઝપી દરમિયાન સોનાનો ચેઈન પડી ગયાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાવી છે.
મહિલા ઉપર હુમલો
ગઢડા તાલુકાનાં ગાળા ગામનાં વતની અને હાલ દામનગર ગામે રહેતાં બાસુબેન દાનુભાઈ વાઘેલા નામની 40 વર્ષિય મહિલા ગઈકાલે સાંજે દામનગરગામે બળદ લઈ વેંચવા માટે આવેલ ત્યારે તે વાતનું મનદુ:ખ રાખી દામનગર ગામે રહેતાં નારૂભાઈ લલ્લુભાઈ, ડગાભાઈ લલ્લુભાઈ, રાજુ તળશીભાઈ તથા ગૌરીબેન લલ્લુભાઈએ આ મહિલાને ગાળો આપી લાકડી વડે માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ઉઘરાણી પ્રશ્ર્ને મારામારી
રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રહેતાં જૈવીનભાઈ હીંમતભાઈ કામળીયાએ તે જ ગામે રહેતાં ફીરોજ ઉર્ફે ઉકો મહેબુબભાઈ બેલીમ પાસે અગાઉનાં રૂા.600 બાકી હોય તે માંગતાં તેમને સારૂ નહી લાગતાં તે વાતનું મનદુ:ખ રાખી ગત તા.10ના રોજ રાત્રીનાં સમયે ફીરોજ તથા વિજય વિનુભાઈ કોટડીયા, વલ્લભ વેલજીભાઈ કોટડીયા, સહિત પાંચ ઈસમોએ હથીયારો ધારણ કરી જૈવીનભાઈની દુકાને જઈ તેમની ઉપર લોખંડના પાઈપ વડે માથાનાં ભાગે તથા અન્ય શખ્સોએ લાકડી, પાઈપ વડે તેમને આડેધડ માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.