ભાવનગરમાં વેપારી યુવાન પાસે 12 લાખની ખંડણી માંગતા ફરિયાદ


માથાભારે શખ્સે પૈસા ના આપે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી
ભાવનગર તા,14
ભાવનગરમાં યુવાનની ઓફિસમાં ઘુસી એક શખ્સે રૂા.12 લાખની માંગણી કરી ઓફીસમાં તોડફોડ કરી પરિવારને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
બનાવની વિગતો મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં સીતારામનગર પ્લોટ નં. સી55માં રહેતા સંજયભાઇ પોપટભાઇ બારડ તેની ઓફિસે બેઠા હતા ત્યારે આજ વિસ્તારમાં રહેતા નિતિન પરમાર નામના શખ્સે ઓફિસમાં ઘુસી ગાળો ભાંડી ટેબલનો કાચ ફોડી રૂા.5000નું નુકસાન કરી કુહાડી ગળા પર રાખી ‘તું બહુ કમાણો છો’ તેમ કહી રૂા.12 લાખની માંગણી કરી એવી ધમકી આપી હતી કે જો રૂપિયા નહી આપ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ. તેમ કહી નાસી છુટ્યો હતો. આ અંગે સંજયભાઇએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.