જામનગરમાં પ્લાસ્ટિક ઝુંબેશ તેજ વધુ 1350 પ્યાલીઓ જપ્ત

જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં પ્લાસ્ટીક ચાના કપ અને પાણીના પાઉચ પર પ્રતિબંધ ફરમાવી દીધા બાદ મનપાની ટીમો દ્વારા ઝુંબેશ યથાવત રહી છે. ટીમોએ પટેલ કોલોની, સમર્પણ સર્કલ, કૃષ્ણનગર, નવાગામ ઘેડ, ગાંધીનગર રેલ્વે સ્ટેશન, બર્ધન ચોક, એરફોર્સ રોડ, લાલપુર બાયપાસ વગેરે વિસ્તારોમાં તપાસ હાથ ધરી વધુ 350 નંગ પાઉચ, 1350 નંગ પ્લાસ્ટીકનાં ચાના કપ, અને પ0 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી વેપારીઓ-દુકાનદારોને 4575 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
(તસ્વીર : સુનિલ ચુડાસમા)