લોહાણા જ્ઞાતિના છાત્રોને ચોપડા વિતરણ

જામનગરની રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે નવનીત બ્રાન્ડનાં એ-4 સાઇઝનાં ફુલસ્કેપ ચોપડાનું વિતરણ લોહાણા મહાજન વાડીમાં જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, મંત્રી રમેશભાઇ દતાણી, એડવોકેટ ભરતભાઇ ગોદીયા તથા જુગલભાઇ લોભાણી તેમજ સંસ્થાના પ્રમુખ યોગેશ વિઠ્ઠલાણી, મંત્રી જીજ્ઞેશ સીમરીયા, ચેરમેન અતુલ રાયઠઠ્ઠાના હસ્તે કરવામાં આવ્યું હતું. દાતા ભરતભાઇ મોદી, સ્વ.જેઠાલાલ દાસાણી પરીવાર અને રમણીકભાઇ થોભાણીના સહયોગથી કરવામાં આવેલ આ ફુલસ્કેપ વિતરણનો લાભ લોહાણા જ્ઞાતિના 300 થી વધારે વિદ્યાર્થીઓએ લીધેલ. પ્રોજેકટને સફળ બનાવવા સંસ્થાના સભ્યો આશિત કોટક, નિલેશ જીવરાજાની, રમેશ ખાખરીયા, ચિંતન ચંદારાણા, વિશ્ર્વાસ ઠક્કર, રસીકભાઇ મજીઠીયા, હસમુખ મજીઠીયા, સમર્થ સુક્કા, વિપુલ રાયઠઠ્ઠા, રાજુ હિંડોચાએ જહેમત ઉઠાવી હતી.
(તસ્વીર : સુનીલ ચુડાસમા - જામનગર)