જામનગરમાં અગાશી પરથી પટકાતા યુવાનનું મોત


બે દિવસ પૂર્વે ઉંઘમાં અગાશી પરથી પડી જતા સારવાર દરમિયાન મોત થયું
જામનગર તા,14
ગરમીના કારણે અગાશી પર સુતેલા યુવાનની મોડી રાત્રે ઉંઘ ઉડતા ઉંઘમાને ઉંઘમાં અગાશી પરથી પટકાતા બે દિવસની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
જામનગર રણજીતસાગર રોડ પર પવનચક્કી નજીકમાં રહેતો રાકેશ જયેન્દ્રભાઇ બુધ્ધભટ્ટી (ઉ.વ.24) નામનો યુવાન ગઇ તા.11/5ના રોજ રાત્રે પોતાના ઘેર અગાશી પર સુવા માટે ગયો હતો. જયાં ઉંઘી ગયા બાદ મોડી રાત્રે 3 વાગ્યાના સુમારે લઘુશંકા અર્થે ઉઠયા બાદ અકસ્માતે નીચે પટકાતા નજીકની હોસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પીટલ લઇ જવાયો હતો. જયાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.