સિક્કા નજીક વાડીમાં છુપાવેલો 141 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો


70 હજારનાં દારૂ સાથે ચાર ઝડપાયા : ત્રણની શોધખોળ
જામનગર તા.14
જામનગર તાલુકાના સિક્કા ગામે આવેલ એક વાડીમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ ઉપરથી ઇંગ્લીસ દારૂની 141 બોટલ મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જયારે ત્રણ શખ્સોના નામ ખુલતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામે નથુભાઇ મહાજનની વાડી આવેલ હોય પરંતુ હાલ આ વાડીમાં કાયાભાઇ મિયાર ગઢવી પોતે વાવેતર કરતો હોઇ દરમિયાન પોલીસને એવી બાતમી મળેલ કે મિયાર ગઢવી નામનો શખ્સ ઇંગ્લીસ દારૂની બોટલની હેરાફેરી કરતો હોય અને દારૂનો માતબર જથ્થો વાડીમાં સંતાડેલ હોય તેવી બાતમીના આધારે ગઇકાલે પોલીસે સ્થળ પર જઇ દરોડો પાડતા વાડીમાંથી 70 હજારની કિંમતની કુલ 141 બોટલ ઇંગ્લીસ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વધુ પુછપરછ કરતા લખમણ કાયાભાઇ માયાણી, હિંમત કેશવભાઇ સિંઘવ, સુરજ લખમણ ઉર્ફે લાખો નારણ, મનોજ રણછોડ અલગોતર, માંડણભાઇ મૈયારભાઇ માયાણી તથા લખમણ નારણભાઇ સિંઘવના નામ ખુલતા પોલીસે ચાર શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી જયારે ત્રણ શખ્સો હાજર નહી મળી આવતા તમામની શોધખોળ હાથ ધરી છે.