કંડલાના દરિયામાં બાર્જ ડૂબ્યું, 7 ખલાસીને ઉગારી લેવાયા

પોરબંદર નજીક ટગબોટ ફસાયાના બીજા જ દિવસે કચ્છમાં પણ કરવું પડ્યું રેસ્કયૂ ઓપરેશન ફર્ટીલાઇઝર ભરીને આવતું બાર્જ મધરાતે દરિયામાં ગરક,  KPT  અને કોસ્ટગાર્ડે મહામહેનતે સાત જિંદગી બચાવી લીધી
ભુજ તા.14
હાલ કચ્છ-સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ પ્રવર્તી રહ્યો છે ત્યારે પોરબંદર નજીક મંગળવારે એક ટગ તોફાનમાં ફસાતાં કોસ્ટગાર્ડે રેસ્કયુ ઓપરેશન આદરવું પડયું હતું, જેના બીજા જ દિવસે એટલે કે ગતરાતે કચ્છમાં પણ આવો બનાવ બન્યો હતો. કંડલાથી થોડે દુર એક બાર્જ દરીયામાં ડુબી ગયું હતું અને 7 ક્રુ મેમ્બર્સ લાપતા બન્યા હતા, જેને મહામહેનતે બચાવી લેવામાં રેસ્કયુ ટીમોને સફળતા મળી છે.
1પ હજાર ટન ફર્ટીલાઇઝર ભરીને કંડલા પોર્ટ પર આવી રહેલા ગિરજા (3) બાર્જ તરફથી તાત્કાલીક મદદનો વી.એચ.એફ. મેસેજ મળતાં કે.પી.ટી. હરકતમાં આવી ગયું હતું અને ટગ્સને મદદ માટે દોડાવી ગિરજાની આસપાસના અન્ય વેસલ્સને પણ સહાય માટે ત્યાં ધસી જવા સંદેશા મોકલ્યા હતા. ડેપ્યુટી ચેરમેન શ્રી આલોક સિંઘ અને ડેપ્યુટી ક્ધઝર્વેટર કેપ્ટન શ્રીનિવાસે રેસ્કયુ વર્કનું મોનીટરીંગ કર્યુ હતું. 7 ક્રુ મેમ્બર્સ સાથેનું બાર્જ લાપતા બનતા પોર્ટ દ્વારા સર્ચ એન્ડ રેસ્કયુ હાથ ધરાયા હતા તેમજ કોસ્ટગાર્ડની પણ મદદ માગવામાં આવી હતી.કલાકો સુધીના રેસ્કયુ ઓપરેશન બાદ રેસ્કયુ ટીમો સાતેય ક્રુ મેમ્બર્સને શોધી કાઢવામાં અને તેમને સલામત બહાર કાઢવામાં સફળ રહી હતી. આ રેસ્કયુ ઓપરેશન મધરાતથી આજે વહેલી સવાર સુધી ચાલ્યું હતું. તમામ ક્રુ મેમ્બર્સના જીવ બચી જતાં સાહુએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયામાં સ્ટીપ પ્રેશર, 55 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા શકયતા
અરબી સમુદ્રમાં સ્ટીપ પ્રેશર સર્જાયું છે અને દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પ્રેશરની અસરરૂપે દરિયો તોફાની બની રહ્યો છે. 3પ થી 4પ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય અને એ ગતિ વધીને પપ કિ.મી.ની થાય તેવી શકયતા હોવાથી દરિયામાં ન જવા અને સાવચેતી વર્તવા સુચના અપાઇ છે.