તો શાળા પ્રવેશોત્સવમાં એક દી’ની રજા

બે દિવસીય શાળા પ્રવેશોત્સવમાં ‘ઇદ’ની રજા અંગે રાજ્ય સરકારે કર્યો પરિપત્ર: શુક્રવારે ઇદ થાય તો શનિવારે યોજાશે પ્રવેશોત્સવ રાજકોટ તા.14
રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી બે દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે ઇદની રજાને લઇ રાજ્ય સરકાર દ્વારા ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જો આજે ઇદનો ચાંદ દેખાય તો આવતીકાલ શુક્રવારે શાળા પ્રવેશોત્સવમાં રજા રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગના નાયબ સચિવ (પ્રા.શિ.) વી.ટી.મંડીયાએ તમામ જીલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારીને પરીપત્ર કરતા જણાવ્યું હતું કે આજથી રાજકોટ સહિત રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
બે દિવસીય શાળા પ્રવેશોત્સવમાં ઇદની રજાને અંગે આદેશ કરવામાં આવતા જો આજે ઇદનો ચાંદ દેખાય તો આવતીકાલે શુક્રવારે શાળા પ્રવેશોત્સવમાં રજા જાહેર કરવાની સુચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તા.16 ને શનિવારના રોજ રમઝાન ઇદની રજા જાહેર કરવામાં આવી છે અને જો 1પમીએ ઇદનો ચાંદ જોવામાં આવે તો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યથાવત રાખવામાં આવશે અને રજા 16મીએ જ રહેશે.
શુક્રવારે રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવશે તો રાજ્યભરમાં પ્રવેશોત્સવમાં મંત્રી, સચિવ, પ્રભારી મંત્રી સહિતના નક્કી કરવામાં આવેલ કાર્યક્રમ શનિવારે યોજવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.